Indian Railways આપી રહી છે 80,000 રૂપિયા કમાવાની તક, જાણો શું છે સરકારનો પ્લાન?
Earn Money With IRCTC: રેલવે તમને દર મહિને 80,000 રૂપિયા કમાવાની તક આપી રહી છે. આ બિઝનેસ માટે તમારે બસ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ટ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ પર જઈને એજન્ટ બનવા માટે એપ્લાય કરવું પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ Business Idea: જો તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવાનો પ્લાનબનાવી રહ્યાં છો તો તમે રેલવેની સાથે જોડાઈને કમાણી કરી શકો છો. રેલવે તમને દર મહિને આશરે 80,000 રૂપિયા કમાવાની તક આપી રહ્યાં છે. આ બિઝનેસ માટે તમારે બસ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ની વેબસાઇટ પર જઈને એજન્ટ બનવા માટે એપ્લાય કરવું પડશે. જેના દ્વારા તમે ઘરે બેસીને દર મહિને મોટી કમાણી કરી શકો છો. આવો તમને જણાવીએ તમે કઈ રીતે આ બિઝનેસ શરૂ કરી શકો છો.
દર મહિને થશે 80,000 રૂપિયા સુધીની રમાણી
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC એ રેલવેની સેવા છે. આના દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગથી લઈને અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે તમે IRCTCની મદદથી દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને કમાણી કરી શકશો. આ માટે તમારે માત્ર ટિકિટ એજન્ટ બનવું પડશે. તેના બદલે તમે દર મહિને 80 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકશો.
IRCTC Agent બનીને કરી શકો છો કમાણી
જે રીતે રેલવે કાઉન્ટર પર ક્લાર્ક ટિકિટ કપાત કરે છે, તેવી જ રીતે તમારે મુસાફરોની ટિકિટ પણ કાપવી પડશે. ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે, તમારે IRCTC વેબસાઈટ પર જઈને એજન્ટ બનવા માટે અરજી કરવી પડશે. તે પછી તમે અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનશો અને ઘરે બેઠા જ મોટી કમાણી કરી શકશો. જો તમે IRCTCના અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનો છો, તો તમે તત્કાલ, RAC વગેરે સહિત તમામ પ્રકારની ટ્રેન ટિકિટ બુક કરી શકો છો. એજન્ટોને ટિકિટ બુક કરાવવા પર IRCTC તરફથી નોંધપાત્ર કમિશન મળે છે.
આ રીતે થશે કમાણી
જો તમે એજન્ટ છો અને કોઈ યાત્રી માટે નોન એસી કોચની ટિકિટ બુકિંગ કરો છો તો તમને 20 રૂપિયા પ્રતિ ટિકિટ અને એસી ક્લાસની ટિકિટ બુક કરવા માટે પ્રતિ ટિકિટ 40 રૂપિયા કમિશન આઈઆરસીટીસી તરફથી મળશે. આ સિવાય ટિકિટની કિંમતના એક ટકા પણ એજન્ટને આપવામાં આવે છે.
કેટલી આપવી પડશે ફી?
IRCTC ના એજન્ટ બનવા માટે કેટલીક ફી આપવી પડે છે. એક વર્ષ એજન્ટ બનવા માટે IRCTC ને 3999 રૂપિયા ફી આપવી પડશે. જો તમે બે વર્ષ માટે એજન્ટ બનવા ઈચ્છો છો તો તમારે 6999 રૂપિયા આપવા પડશે. આ સિવાય એજન્ટ તરીકે એક મહિનામાં 100 ટિકિટ બુક કરવા પર પ્રતિ ટિકિટ 100 રૂપિયા ફી આપવી પડશે, જ્યારે એક મહિનામાં 101થી 300 ટિકિટ બુક કરવા માટે પ્રતિ ટિકિટ 8 રૂપિયા અને એક મહિનામાં 300થી વધુ ટિકિટ બુક કરવા પર પ્રતિ ટિકિટ પાંચ રૂપિયા ફી આપવાની હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે