કાળા નાણાનો કકળાટ, હવે જેટલીએ કહ્યું-સ્વિસ બેંકોમાં જમા પૂરેપૂરી રકમ બ્લેક મની નથી

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ બાદ હવે અરુણ જેટલીએ પણ નિવેદન આપ્યું છે કે સ્વિસ બેંકમાં જમા બધા ભારતીયોના નાણા એ બ્લેક મની નથી.

કાળા નાણાનો કકળાટ, હવે જેટલીએ કહ્યું-સ્વિસ બેંકોમાં જમા પૂરેપૂરી રકમ બ્લેક મની નથી

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ બાદ હવે અરુણ જેટલીએ પણ નિવેદન આપ્યું છે કે સ્વિસ બેંકમાં જમા બધા ભારતીયોના નાણા એ બ્લેક મની નથી. તેમણે ચેતવણી પણ આપી કે સ્વિસ બેંકોમાં ગેરકાયદેસર રીતે કાળુ નાણું જમા કરાવનારા ભારતીયોની ઓળખ છૂપાવવી હવે મુશ્કેલ રહેશે અને આવા લોકો પર કાળા ધન વિરોધી કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી થશે.

તેમણે કહ્યું કે આગામી વર્ષ જાન્યુઆરીથી ત્યાં ભારતીયોના ખાતા અંગે તત્કાળ સ્વિસ્ટઝરલેન્ડથી સૂચનાઓ મળવાની શરૂ થઈ જશે. સ્વિસ નેશનલ બેંકના નવા આંકડાઓ મુજબ 2017માં ભારતીયો દ્વારા જમા કરાયેલા નાણામાં 50 ટકાથી વધારે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ભારતીયોએ સ્વિસ બેંકમાં 7000 કરોડ રૂપિયા જમા કરાવાયાં જ્યારે છેલ્લા 3 વર્ષમાં ભારતીયોની જમા રકમમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

જેટલીએ પોતાના બ્લોકમાં કહ્યું કે આજે એક ખબર છપાઈ છે કે સ્વિસ બેંકોમાં ભારતીયોનું ધન વધ્યું છે. જેના કારણે અનેક મુદ્દે ખોટી જાણકારીની આધારે પ્રતિક્રિયા આવી અને તેણે સરકારના કાળા નાણા વિરોધી પગલાઓના પ્રયત્નોના પરિણામો પર સવાલો ઊભા કર્યા છે.

તેમણે કહ્યું કે સ્વિટ્ઝરલેન્ડ હંમેશથી જાણકારીઓ શેર કરવામાં રસ દાખવતો રહ્યો નથી. આલ્પાઈન દેશોએ પોતાના ઘરેલુ કાયદાઓમાં સંશોધન કર્યું જેમાં સૂચના સાર્વજનિક કરવાનો નિયમ પણ સામેલ છે. આ દેશોએ ભારત સાથે વાસ્તવિક સમયમાં જાણકારીઓ શેર કરવાની સંધિ પર હસ્તાક્ષર કર્યા છે અને તેનાથી ભારતને હવે તે જ સમયે જાણકારી મળી જશે જ્યારે કોઈ ભારતીય ત્યાં ધન જમા કરશે.

જેટલીએ કહ્યું કે જાન્યુઆરી 2019થી આ જાણકારી મળવા લાગશે. ગેરકાયદેસર રીતે ધન જમા કરનારા કોઈ પણ જમાકર્તાને એ અગાઉથી જ ખબર રહેશે કે ગણતરીના મહિનાઓમાં તેમના નામ સાર્વજનિક થવાના છે અને તેના પર ભારતમાં કાળા નાણા વિરોધી કાયદા હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી થવાની છે.

તેમણે કહ્યું કે જે લોકો આ મામલે સાર્વજનિક ચર્ચાઓ કરી રહ્યાં છે તેમણે કોઈ ઓછા કે ખોટા જાણકારીવાળા દ્રષ્ટિકોણ રાખ્યા વગર તે આધારભૂત તથ્યોને સમજવા જોઈએ.જેટલીએ એમ પણ કહ્યું કે આવકવેરા વિભાગ દ્વારા પહેલા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં એ લોકોનું નાણુ પણ સામેલ છે જે ભારતીય મૂળના છે પરંતુ હવે કોઈ બીજા દેશના નાગરિક છે. જેમાં બિનનિવાસી ભારતીયોનું ધન પણ સામેલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news