નોટબંધી, જીએસટીથી ડગમગી દેશની અર્થવ્યવસ્થાઃ રઘુરામ રાજન
રઘુરામ રાજને દેશની અર્થવ્યવસ્થાના પાટા પરથી ઉતરવા માટે જીએસટી અને નોટબંધીને જવાબદાર ગણાવી છે. તેમનું કહેવું છે કે, હાલનો વિકાસદર દેશ માટે પર્યાપ્ત નથી.
Trending Photos
વોશિંગટનઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, નોટબંધી તથા જીએસટીને કારણે છેલ્લા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. તેમણે ભાર આપતા કહ્યું કે, હાલનો સાત ટકાનો વિકાસદર દેશની જરૂરીયાતો પર્યાપ્ત નથી.
બર્કલેમાં યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શુક્રવારે લોકોને સંબોધિત કરતા રાજને કહ્યું કે, નોટબંધી અને જીએસટી લાગૂ થતા પહેલા ચાર વર્ષ (2012 થી 2016) સુધી ભારતન વિકાસ દરની ગતી તેજ કરી હતી. ફ્યૂચર ઓફ ઈન્ડિયા પર બીજું ભટ્ટાચાર્ય વ્યાખ્યાન આપતા તેમણે કહ્યું, નોટબંધી તથા જીએસટી જેવા સતત બે ઝટકાથી ભારતના વિકાસ દર પર ગંભીર અસર પડી છે. વિકાસ દર તે સમયે નીચે આવ્યો જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉછળતી હતી.
વધુ વિકાસદરની જરૂરીયાત
રાજને કહ્યું કે, 25 વર્ષો સુધી દર વર્ષે સાત ટકાનો વિકાસ દર ખૂબ મજબૂત વૃદ્ધિ છે, પરંતુ આ એક રીતે હિંદુ રેટ ઓફ ગ્રોથની જેમ છે, જેને પહેલા 3.5 ટકા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આઝાદી મળ્યા બાદ દેશની અર્થવ્યવસ્થા માટે હિંદૂ રેટ ઓફ ગ્રોથનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેનો અર્થ ખૂબ ખરાબ વિકાસદર હતો. તેમણે કહ્યું, સત્ય તો તે છે કે સાત ટકાનો વૃદ્ધિ દર તે લોકો માટે પર્યાપ્ત નથી, જે શ્રમ બજારમાં આવી રહ્યો છે તેને આપણે રોજગાર આપવાની જરૂર છે. તેથી અમારે વધુ વિકાસદરની જરૂર છે અને આ સ્તરથી અમે સંતુષ્ટ ન રહી શકીએ.
તેલની વધતી કિંમત મોટો મુદ્દો
પોતાની ઉર્જાની જરૂરીયાતો માટે તેલની આયાત પર ભારતની ભારે નિર્ભરતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારતનો વિકાસદર ફરી એક વખત ઝડપ પકડી રહ્યો છે, તેવામાં તેલની કિંમતો માટે એક વિઘ્ન છે. વધતી તેલની કિંમતો પર રાજને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે આ વસ્તુ થોડી મુશ્કેલ થવા જઈ રહી છે, ભલે દેશમાં નોટબંધીના પ્રતિકૂળ પ્રભાવો અને જીએસટીના અમલના પ્રારંભિક વિઘ્નોમાંથી બહાર આવી રહ્યું છે.
એનપીએસ માટે મોટો અભિગમ જરૂરી
બિન અમલીકૃત સંપત્તિ (એનપીએ)માં વધારા પર ટિપ્પણી કરતા રાજને કહ્યું કે, આવી સ્થિતિમાં સૌથી મહત્વની વાત તેનો સફાયો કરવો છે. તેમણે કહ્યું, ફસાયેલા કરજાને પહોંચી વળવું જરૂરી છે, જેથી બેલેન્સ શીટ સાફ થાય અને બેન્કો પાટા પર પરત ફરે. રાજને ભાર આપતા કહ્યું, બેન્કોના ફસાયેલા નાણાની સમસ્યા દૂર કરવા માટે માત્ર બેંકરપેસ કોડથી મદદ મળતી નથી. આ વ્યાપક ક્લીન અપ પ્લાનનું એક ઓજાર છે અને દેશમાં એનપીએની સમસ્યાને દૂર કરવા માટે વ્યાપક દ્રષ્ટિકોણનું આહ્વાન કર્યું હતું.
દેશમાં વિકાસની અપાર ક્ષમતા
પૂર્વ ગવર્નરે કહ્યું કે, ભારતમાં વિકાસની અપાર ક્ષમતા છે. જે અત્યારે સાત ટકાનો વિકાસ દર દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જો વિકાસ દર સાત ટકાથી નીચે આવે છે, તો અમારાથી કંઈ ભૂલ થઈ રહી છે. તેમણે કહ્યું કે, આ આધાર છે, જેના પર ભારતે આછોમાં ઓછા આગામી 10-15 વર્ષ સુધી વિકાસ કરવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે