આર્થિક હાલતને લઈને મોદી સરકાર પર મનમોહન સિંહના પ્રહાર, જણાવ્યા મંદીના મુખ્ય કારણ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ પર કહ્યું કે, લોકોનો સરકાર અને સરકારી સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. દરેક સ્તર પર લોકો, ઉદ્યોગપતિ અને મોટા-મોટા અધિકારીઓ પોતામાં ડરનો અનુભવ કરી રહ્યાં છે, આ કારણ છે કે આર્થિક મંદી દૂર થઈ રહી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ( Manmohan Singh) દેશની અર્થવ્યવસ્થા (India’s economy) પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, વિકાસનો દર છેલ્લા 15 વર્ષોમાં ન્યૂનતમ સ્તરે પહોંચી ગયો છે, બેરોજગારીનો દર 45 વર્ષોમાં ઊંચી સપાટીએ છે, ઘરેલૂ માગ ચાર દાયકામાં નિચલા સ્તર પર છે, બેન્ક પર બેડ લોનનો બોજ સર્વકાલિન ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે, ઈલેક્ટ્રિસિટીની માગ 15 વર્ષોમાં નિચલી સપાટીએ પહોંચી ગઈ છે, કુલ મળીને અર્થવ્યવસ્થાની સ્થિતિ ખુબ ગંભીર છે. આ વાત તેમણે એક અંગ્રેજી અખબારમાં પોતાના એક લેખમાં કહી છે. સાથે તે પણ કહ્યું કે, આ વાત હું વિપક્ષના નેતાના રૂપમાં કહી રહ્યો નથી.
મનમોહન સિંહનું નિવેદન તેવા સમયે આવ્યું છે, જ્યારે દેશના નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ યોગ્ય છે. જીડીપી 7.5 ટકાની ગતિથી વિકાસ કરી રહ્યો છે, જે જી-20 દેશોમાં સૌથી વધુ છે.
મનમોહન સિંહે પોતાના લેખમાં સ્પષ્ટ કહ્યું કે, દેશની તમામ સંસ્થાઓ અને સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઓછો થયો છે. આર્થિક મંદી માટે મુખ્ય કારણોમાંથી આ એક છે. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા ત્યાંની સામાજીક સ્થિતિને દર્શાવે છે. અર્થવ્યવસ્થા માટે તે ખુબ મહત્વપૂર્ણ હય છે કે તે દેશના લોકો ત્યાંની સંસ્થાઓ પર કેટલો વિશ્વાસ કરે છે. આ સંબંધ જેટલો મજબૂત હશે, અર્થવ્યવસ્થાનો પાયો એટલો મજબૂત હશે.
મનમોહન સિંહે કહ્યું કે, દેશના ઘણા મોટા ઉદ્યોગપતિ પોતાને ડરેલા અનુભવી રહ્યાં છે. તે સરકારી તંત્રથી ડરવા લાગ્યા છે. ડરના માહોલને કારણે બેન્કર લોન આપવામાં ખચકાટ અનુભવી રહી છે, ઉદ્યોગપતિ નવા પ્લેન્ટ અને પ્રોજેક્ટ શરૂ કરવામાં ડરી રહ્યાં છે, ટેક્નોલોજી સ્ટાર્ટઅપ સર્વેલાન્સને કારણે ડરેલા છે, સરકારી એજન્સીઓ અને સંસ્થાના અધિકારીઓ સત્ય બોલતા ડરી રહ્યાં છે. આ એવા લોકો છે જે અર્થવ્યવસ્થાની ગાડીમાં પૈંડાની જેમ કામ કરે છે, પરંતુ બધા ડરેલા છે અને વિકાસની ગાડી ધીમી પડી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
Tags:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે