Upcoming IPO: પૈસા તૈયાર રાખજો, આ સપ્તાહે આવશે 4 કંપનીના IPO, જાણો દરેક વિગત
Upcoming IPO: આગામી સપ્તાહે ચાર કંપનીઓના આઈપીઓ આવવાના છે. તેમાં રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગનો આઈપીઓ 4 સપ્ટેમ્બરે ખુલશે. ઝુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સનો આઈપીઓ 6 સપ્ટેમ્બરે ખુલશે. ઈએમએસ લિમિટેડનો આઈપીઓ 8 સપ્ટેમ્બરે ખુલશે. આ સાથે કહન પેકેજિંગનો આઈપીઓ 6 સપ્ટેમ્બરે ખુલશે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીઓમાં (IPO)રોકાણ કરતા લોકો માટે આ સપ્તાહે શાનદાર તક આવવાની છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. આ સપ્તાહે ચાર કંપનીઓના આઈપીઓ આવવાના છે. તેમાં રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ, ઝુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સ, ઈએમએસ લિમિટેડ અને કહન પેકેજિંગના આઈપીઓ સામેલ છે. તાજેતરમાં અનેક કંપનીઓ આઈપીઓ લઈને આવી છે. તેમાં કેટલીક કંપનીઓએ ઈન્વેસ્ટરોને મોટો ફાયદો કરાવ્યો છે. તો કેટલાકમાં નુકસાન પણ ગયું છે. આઈપીઓમાં રોકાણ કરી સારી કમાણી કરી શકાય છે. પરંતુ તમે બજારમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે ચર્ચા જરૂર કરો. બાકી તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવો જાણીએ આ સપ્તાહે આવનારા આઈપીઓ વિશે..
Ratnaveer Precision Engineering IPO
રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ લિમિટેડનો આઈપીઓ 4 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલશે. આ આઈપીઓમાં 6 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાશે. કંપની આ આઈપીઓ દ્વારા 165.3 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 93 રૂપિયાથી લઈને 98 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ શેરનું લિસ્ટિંગ 14 સપ્ટેમ્બરે એનએસઈ અને બીએસઈ પર થઈ શકે છે.
Jupiter Life Line Hospitals IPO
મલ્ટી-સ્પેશિયલિટી હેલ્થકેર ઝુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સનો આઈપીઓ 6 સપ્ટેમ્બરે ખુલશે. તેની પ્રાઇઝ બેન્ડ ₹695 - ₹735 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ ઈશ્યૂ શુક્રવાર 8 સપ્ટેમ્બરે બંધ થઈ જશે. આ આઈપીઓ દ્વારા કંપની 869 કરોડ રૂપિયા ભેગા કરશે. કંપનીએ આઈપીઓ માટે 20 ઈક્વિટી શેરનો લોટ નક્કી કર્યો છે. કંપનીના શેરનું એલોટમેન્ટ 13 સપ્ટેમ્બરે પૂરુ થઈ શકે છે. આ આઈપીઓનું લિસ્ટિંગ 18 સપ્ટેમ્બરે થવાની સંભાવના છે.
EMS Limited IPO
સીવેઝ ઇન્ફ્રા પ્લેયરનો આઈપીઓ શુક્રવાર, 8 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલશે. આ આઈપીઓ 12 સપ્ટેમ્બરે બંધ થશે. તેના શેરનું એલોટમેન્ટ 15 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ઈએમએસ લિમિટેડના શેર 21 સપ્ટેમ્બરે સ્ટોકએક્સચેન્જ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થઈ શકે છે.
Kahan Packaging IPO
કહન પેકિંગ એક એમએસઈ આઈપીઓ છે. તે 6 સપ્ટેમ્બર એટલે કે બુધવારે સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપની 7.2 લાખ શેરના આઈપીઓ દ્વારા 5.76 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. આ આઈપીઓ 8 સપ્ટેમ્બરે બંધ થસે. તેના શેરનું એલોટમેન્ટ 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે