કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના યુવકની તલવારના ઘા મારીને બુટલેગરે હત્યા કરી...ફરિયાદ પાછી લેવા અને પોલીસને દારૂની બાતમી આપવા મુદ્દે  શનિવારે આરોપી અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો.  

 કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ

ઉદય રંજલ, અમદાવાદઃ શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી કાગડાપીઠ વિસ્તારમાં, કે જ્યાં એક વ્યક્તિએ તેના દારૂ અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે. તો એક વ્યક્તિ ઘાયલ છે. જેમાં ઉસકેરાયેલી જનતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ઘેરો નાખ્યો હતો અને આરોપીઓને પકડવા પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજુઆત કરી હતી.. જેના પડઘા પોલીસ કમિશ્નર ઓફિસ સુધી પડ્યા હતા..

શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી કાગડાપીઠ વિસ્તારમાં. કે જ્યાં એક વ્યક્તિએ તેના અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે. તો એક વ્યક્તિ ઘાયલ છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા શહેરમાં અલ્પેશ સુરસંગજી ઠાકોરની કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી છે.. આ ઘટના બાદ પોલીસે ગણતરી ના કલાકોમાં આરોપી જીગ્નેશ શર્મા ની ધરપકડ કરી લીધી છે.. તથા કાયદાના સંઘર્ષ માં આવેલા વધુ એક સગીર ને પણ શોધી કાઢ્યો છે.. ત્યારે વધુ 2 આરોપીઓને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે.. પરંતુ આ ઘટના ના ઘેર પ્રત્યઘાત પડ્યા જેમાં પોલીસની નિષ્કાળજીના આરોપ લાગતા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી કાગડાપીઠ પીઆઈ પટેલને સસ્પેન્ડ કર્યા હતા.. અને આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ વનવી ઘનિષ્ઠ કાર્યવાહી હાથધરી છે..

હત્યાની આ ઘટના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ન્યુ કલોથ માર્કેટ ગેટ 4 પાસે જોગણી માતાના મંદિર નજીક બની હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે પહોચ્યું હતું અને પોલીસને દારૂની બદી દૂર કરી હત્યારાઓને પકડવા હોબાળો કર્યો હતો. બીજી તરફ ઘટનાની હકીકત એવી છે કે , મૃતક અલ્પેશ તેના મિત્ર મહેશ સાથે એ વિસ્તારમાં હતો ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને તેને મારવા લાગ્યા. આ ઘટનામા મહેશ ઠાકોર ઘાયલ થયો અને અલ્પેશ ઠાકોરને વધુ ઇજા થતા મોત નીપજ્યું.. ઘટનામાં હુમલો કરનારામાં જીગ્નેશ શર્મા હતો જે મુખ્ય હતો.. જેની સાથે વિશાલ ચુનારા, વિરાજ ચુનારા ઉર્ફે બીલ્લો અને એક સગીર હતો.. જેમાં જીગ્નેશ દારૂનું સ્ટેન્ડ ચલાવતો હોવાની માહિતી મહેશે આપી હતી.. જે જીગ્નેશે બે દિવસ પહેલા અલ્પેશને કોલ કરી તેના સ્ટેન્ડ અંગે પોલીસ ને બાતમી કેમ આપી તેમ કહી ઝગડો કર્યો હતો. જોકે મહેશ ના કહેવા પ્રમાણે અલ્પેશે કોઈ બાતમી આપી ન હતી અને તેનું નામ ખોટું અપાયું હતું. જે અંગે ની અદાવત રાખી રવિવાર રાતે અલ્પેશ પર હુમલો કરાયો જ્યાં તેનું મોત નિપજયુ..

એક તરફ ઉશ્કેરાયેલી જનતા આરોપીને પકડવાની અને સરઘસ કાઢવાની માંગ કરી રહી છે.. તો બીજી તરફ અલ્પેશના પરિવારજનો ન્યાય ની માંગ કરી રહ્યા છે.. ઉલ્લેખનીય છે કે મૃતક અલ્પેશ તે જ વિસ્તારમાં આવેલ સરકારી મકાન કરણમૂકતેશ્વર એપાર્ટમેન્ટમાં રહે છે.. અને ટીફીનનું કામ કરતો હતો. જેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને નાના બે બાળકો છે. અને તેમાં પણ અલ્પેશ એક નો એક કમાઉ દિકરો હોવાથી હવે પરિવારના ગુજરાન પર પ્રશ્ન સર્જાયો છે.! ત્યારે આરોપી ક્યારે પકડાશે અને પરિવારને ક્યારે ન્યાય મળશે તે સવાલ જનતા જનાર્દન સરકારને કરી રહી છે.!
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news