US Market Crash: માત્ર એક દિવસમાં Jeff Bezos ના ડૂબી ગયા 80,000 કરોડ, એલન મસ્કને પણ મોટું નુકસાન

US Market Down: અમેરિકામાં મંગળવારે મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા, ત્યારબાદ સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

US Market Crash: માત્ર એક દિવસમાં Jeff Bezos ના ડૂબી ગયા 80,000 કરોડ, એલન મસ્કને પણ મોટું નુકસાન

ન્યૂયોર્કઃ Jeff Bezos Net Worth: અમેરિકામાં મંગળવારે મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા, ત્યારબાદ ત્યાં સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે દુનિયાના ધનવાનોની સંપત્તિમાં પણ એક ઝટકામાં ઘટાડો થયો છે. મોંઘવારીના આંકડાએ વોલ સ્ટ્રીટને મોટો ઝટકો આપ્યો છે. 

જેફ બેઝોસની સંપત્તિ 80,000 કરોડ રૂપિયા ઘટી
બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સ પ્રમાણે જેફ બેઝોસની સંપત્તિમાં એક દિવસમાં 9.8 બિલિયન ડોલર (આશરે 80,000 કરોડ રૂપિયા) નો ઘટાડો થયો છે. આ દરમિયાન સૌથી મોટો ઘટાડો જેફ બેઝોસની સંપત્તિમાં જોવા મળ્યો છે. ત્યારબાદ એલન મસ્કની સંપત્તિ 8.4 બિલિયન ડોલર (70 હજાર કરોડ રૂપિયા) ઘટી છે. 

બ્લૂમબર્ગ તરફથી જાહેર આંકડા પ્રમાણે માર્ક ઝુકરબર્ગ, લૈરી પેજ, સર્ગેઈ બ્રિન અને સ્ટીવ બાલ્મરની સંપત્તિમાં 4 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો, જ્યારે વોરેન બફેટ અને બિલ ગેટ્સને ક્રમશઃ 3.4 બિલિયન ડોલર અને 2.8 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. 

1300 પોઈન્ટ તૂટ્યું અમેરિકી બજાર
અમેરિકી બજારોમાં ઘટાડા બાદ ડાઉન જોન્સ આશરે 1300 પોઈન્ટ અને એસએન્ડપીમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે અમેરિકામાં રિટેલ ફુગાવા દર ઓગસ્ટ મહિનામાં 8.3 ટકા રહ્યો છે. આ સિવાય અમેરિકી માર્કેટમાં ફૂડ આઇટમ્સ અને એનર્જી પ્રાઇઝમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 

આશા કરતા ખરાબ આવ્યા આંકડા
અમેરિકામાં આંકડા આશાથી ખરાબ આવ્યા છે. આ કારણે માર્કેટમાં મોટો ઘટાડો થયો છે. ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં ફરી વ્યાજદરને 0.75 ટકા સુધી વધારી શકે છે. આ કારણે મોંઘવારીના આંકડા આવતા શેર બજારમાં બિકવાલી જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news