PM Matritva Vandana Yojana: બાળકના જન્મ સાથે બેન્ક ખાતામાં આવશે પૈસા, કેન્દ્રએ શરૂ કરી જબરદસ્ત યોજના

Modi Govt Schemes: કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી અલગ-અલગ યોજના ચલાવવામાં આવતી હોય છે. જો તમારા ઘરે બાળકનો જન્મ થાય ત્યારે પણ તમે સરકાર પાસે પૈસા લેવાના હકદાર છો. પરંતુ તેની કેટલીક શરતો છે, આવો જાણીએ?

PM Matritva Vandana Yojana: બાળકના જન્મ સાથે બેન્ક ખાતામાં આવશે પૈસા, કેન્દ્રએ શરૂ કરી જબરદસ્ત યોજના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના અંતર્ગત આશા કે એએનએમના માધ્યમથી અરજી કરી શકાય છે. તેની અરજી ઓનલાઇન પણ કરવામાં આવે છે. યોજનાનો લાભ દરેક મહિલાઓને આપવામાં આવે છે, જેની ડિલીવરી સરકારી હોસ્પિટલમાં થઈ હોય કે ખાનગી હોસ્પિટલમાં.

સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી યોજનાનો ઈરાદો પ્રથમવાર માતા બનનારી મહિલાઓને સંપૂર્ણ પોષણ આપવાનો છે. આ પૈસા ત્રણ હપ્તામાં આવે છે. જેમાં પ્રથમવાર 1000 રૂપિયા, બીજીવાર 2000 કરૂપિયા અને ત્રીજીવાર બે હજાર રૂપિયા આવે છે. સરકારી નોકરી કરતી મહિલાઓને તેનો લાભ મળતો નથી. 

યોજનાનો લાભ લેવા માટે પ્રથમવાર ગર્ભવતી થનારી મહિલા અને તેના પતિનું આધાર કાર્ડ, બેન્ક પાસબુકનો ફોટો હોવો જરૂરી છે. બેન્ક ખાતું પતિ-પત્નીનું જોઈન્ટ હોવું જોઈએ નહીં. યોજના હેઠળ મહિલાઓને 5000 રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે. 

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ પ્રથમવાર ગર્ભધારણ કરનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક સહાયતા આપવામાં આવે છે. યોજનાને પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાયતા યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે. યોજનાનો ઉદ્દેશ્ય માતા-બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેને પૌષ્ટિક આહાર આપવાનો છે. 

કેન્દ્ર તરફથી ચલાવવામાં આવી રહેલી યોજનાનું નામ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (Pradhan Mantri Matritva Vandana Yojana-PMMVY) છે. તે અંતર્ગત નવજાત શિશુનની માતાને 5 હજારની આર્થિક સહાયતા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. યોજના સરકાર તરફથી 1 જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news