સામે આવી 100 રૂ.ની નોટની નવી તસવીર, આ હશે ખાસિયતો
રિઝર્વ બેંક બહુ જલ્દી 100 રૂ.ની નવી નોટ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે
Trending Photos
નવી દિલ્હી : રિઝર્વ બેંક બહુ જલ્દી 100 રૂ.ની નવી નોટ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ નવી નોટ જાંબલી રંગની હશે અને એના પર વૈશ્વિક ઓળખ સમી ગુજરાતની ઐતિહાસિક રાણી કી વાવની ઝલક જોવા મળશે. આકારમાં આ નોટ જૂની 100 રૂ.ની નોટથી નાની તેમજ 10 રૂ.ની નોટ કરતા થોડી મોટી હશે. 8 નવેમ્બર, 2016ના દિવસે જાહેર કરાયેલી નોટબંધી પછી આરબીઆઇ તરફથી 10, 50, 200, 500 અને 2000ના નવી નોટ બહુ જલ્દી માર્કેટમાં આવી જશે. સમાચાર એજન્સી એએનઆઇ તરફથી જાહેર કરાયેલી આ નોટની તસવીરમાં દેખાય છે કે તે હળવા જાંબલી રંગની હશે.
Will shortly issue Rs 100 denomination banknotes .This new denomination has motif of “RANI KI VAV” on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Lavender. The existing 100 rupee note will continue to be legal tender: RBI pic.twitter.com/68HdtAW9m2
— ANI (@ANI) July 19, 2018
આ નવી નોટ લોન્ચ થશે એ પછી પણ જૂની નોટ ચલણમાં રહેશે. સો રૂપિયાની નવી નોટનું પ્રિન્ટિંગ દેવાસના પ્રેસમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. નોટની ડિઝાઇન મૈસુરની એ પ્રિન્ટિંગ પ્રેસમાં ફાઇનલ કરવામાં આવી છે જ્યાં 2000 રૂ.ના નોટ છાપવામાં આવે છે. આ વખતે પ્રિન્ટિંગમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને એ માટે સ્વદેશી શાહી તેમજ કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો્ છે.
આ નવી નોટ આકારની સાથેસાથે વજનમાં પણ ઓછી હશે. દેવાસમાં પ્રિન્ટિંગ થઈ રહેલી નોટમાં દેશી શાહીનો ઉપયોગ કરાયો હોવાથી શરૂઆતના તબક્કામાં મેચિંગ કરવામાં સમસ્યા થઈ હતી પણ પછી બધું બરાબર થઈ ગયું હતું. આ નવી નોટનું વજન પણ ઓછું હશે. રિઝર્વ બેંકની પરવાનગીથી દેવાસના પ્રેસમાં એનું છાપકામ શરૂ કરી દીધું છે. આરબીઆઇ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં આને લોન્ચ કરી શકે છે.
આ નવી નોટના લોન્ચિંગ પછી બેંકોએ પોતાના એટીએમના સેટિંગમાં ફરી એકવાર ફેરફાર કરવો પડશે. આ નવી નોટમાં સામાન્ય સુરક્ષા ફિચરની સાથેસાથે લગભગ એક ડઝન નવા સુરક્ષા ફિચર ઉમેરવામાં આ્વ્યા છે જેને માત્ર અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં જ જોઈ શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે