Paytm Money એ લોન્ચ કર્યું નવું ફીચર, મળશે આ સુવિધાનો લાભ

શેરોનો પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારો ભંડોળ ઉપલબ્ધ નહીં હોવાને લીધે ટ્રેડિંગ તકો ચૂકી શકે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે પેટીએમ મનીએ માર્જિન પ્લેજ ફીચર રજૂ કર્યું છે. મા

Paytm Money એ લોન્ચ કર્યું નવું ફીચર, મળશે આ સુવિધાનો લાભ

નવી દિલ્હી: ગ્રાહકો અને વેપારીઓ માટે ભારતની અગ્રણી ડિજિટલ ઈકોસિસ્ટમ (1) પેટીએમ દ્વારા આજે તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી પેટીએમ મની દ્વારા માર્જિન પ્લેજ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હોવાની ઘોષણા કરાઈ હતી. આ ફીચરમાં ઉપભોક્તાઓ કોલેટરલ માર્જિન માટે અવેજીમાં તેમના મોજૂદ શેરો ગિરવે મૂકી શકે છે, જે કેશ સેગમેન્ટ, ફ્યુચર્સ અને ઓપ્શન રાઈટિંગ્સમાં ઈન્ટ્રાડે ટ્રેડિંગ માટે ઉપયોગ કરી શકાશે.

શેરોનો પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારો ભંડોળ ઉપલબ્ધ નહીં હોવાને લીધે ટ્રેડિંગ તકો ચૂકી શકે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે પેટીએમ મનીએ માર્જિન પ્લેજ ફીચર રજૂ કર્યું છે. માર્જિન પ્લેજ એવી પ્રક્રિયા છે, જેમાં ઉપભોક્તાઓ કોલેટરલ માર્જિન માટે અવેજીમાં બ્રોકરને તેમના શેરો ગિરવે મૂકી શકે છે.

આ પદ્ધતિને દાખલા સાથે સમજાવવા માટે એવું ધારીએ કે એક રોકાણકાર રૂ. 2 લાખ મૂલ્યના શેર ધરાવે છે. હવે ટ્રેડિંગ તક ઉદભવે છે, પરંતુ ભંડોળને અભાવે રોકાણકાર તેનો લાભ લઈ શકતો નથી. જોકે હવે ઉપભોક્તાઓ બ્રોકર પાસે શેર ગિરવે મૂકી શકે છે. બ્રોકર શેરના કુલ મૂલ્યમાંથી 20 ટકા કાપી લે છે, એટલે કે. રૂ. 40,000 અને કોલેટરલ માર્જિન તરીકે રૂ. 1.60 લાખનું બાકી મૂલ્ય આપે છે, જે ટ્રેડિંગની તકો માટે ઉપયોગ કરી શકાય છે.

પેટીએમ મનીએ પ્લેજિંગ અન અન-પ્લેજિંગ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે નવી ટેકનોલોજીનો લાભ લીધો છે, જે જૂજ ક્લિક્સમાં થાય છે. કોલેટરલ ટ્રેડિંગ કલાકો દરમિયાન 30 મિનિટમાં પ્રાપ્ત થાય છેઅને કોલેટરલની ગણતરી અસલ સમયમાં કરાય છે. ગિરવે મૂકેલા શેરો ઉપભોક્તાના ડિમેટ અકાઉન્ટમાં રહે છે, જે બધી કોર્પોરેટ કૃતિઓ માટે પાત્ર છે અને સીધા જ વેચી પણ શકાય છે.

એફએન્ડઓ અને ઈન્ટ્રાડે ટ્રેડરો પેટીએમ મની માટે મહેસૂલના મુખ્ય સ્રોતમાં સ્થાન ધરાવે છે. આ ટ્રેડરોને ઘણી વાર ઘણી બધી ટ્રેડિંગ તકોનો લાભ લેવા માટે લેવરેજની જરૂર પડે છે. માર્જિન કોલેટરલ ફીચર આ ટ્રેડરો માટે મંચને વધુ આકર્ષક બનાવે છે અને તેમને તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિ વધારવા માટે મદદ કરે છે. દરેક ગિરવે મૂકવાની વિનંતી અને અન-પ્લેજિંગ વિનંતી પર આઈએસઆઈએન અનુસાર રૂ. 10 + જીએસટીનો લઘુતમ શુલ્ક લાગુ કરાયછે. આથી માર્જિન પ્લેજચરનું લોન્ચ પેટીએમ મની માટે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ મહેસૂલ વધારવાની સંભાવના ધરાવે છે.

પેટીએમ મનીન સીઈઓ વરુણ શ્રીધરે જણાવ્યું હતું કે પેટીએમ મનીમાં અમે ઉપભોક્તા અનુભવને સુધારવાનું ચાલુ રાખવા અને ઉપભોક્તાઓને બધી સંભવિત તકોનો લાભ લેવા અભિમુખ બનાવવા ટેકનોલોજીનો લાભ ધરાવીએ છીએ. માર્જિન પ્લેજ ફીચરનું લોન્ચ રોકાણકારોને નવી ટ્રેડિંગ તકોનો લાભ લેવા માટે તેમના મોજૂદ પોર્ટફોલિયોનો ઉપયોગ કરવા મદદરૂપ થશે. અમે આ ફીચર એ રીતે તૈયાર કર્યું છે કે ઉપભોક્તાઓ જૂજ ક્લિકમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે, જેને લઈ તેમનો ટ્રેડિંગ અનુભવ આસાન બને છે.

આ ફીચર સિલેક્ટેડ ગ્રાહકો માટે છે અને વધુ ગ્રાહકો માટે રજૂ કરવામાં આવશે. ફીચર હાલમાં એન્ડ્રોઈડ અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ આઈઓએસ પર ઉપલબ્ધ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news