ફરી પેટ્રોલ-ડીઝલે ફેરવી પથારી! તહેવારો આવતા જ તેલ કંપનીઓએ કર્યો ભાવમાં ભડકો
Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
Trending Photos
Petrol-Diesel Price Today: ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે.રોજની જેમ આજે પણ તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ. જાણો આ વખતે તમારા ખિસ્સા પર કેટલી ફેરવાશે કાતર...જાણો ભાવમાં કેટલો થયો છે વધારો...
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, 23 ઓગસ્ટ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 23 ઓગસ્ટે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમત ભલે ગમે તેટલી ઘટી જાય, પરંતુ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફરક નથી.
તમારા શહેરમાં આજે શું છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ?
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઈ 103.94 89.97
કોલકાતા 103.94 90.76
ચેન્નાઈ 100.85 92.44
બેંગલુરુ 102.86 88.94
લખનૌ 94.65 87.76
નોઇડા 94.66 87.76
ગુરુગ્રામ 94.98 87.85
ચંદીગઢ 94.24 82.40
પટના 105.42 92.27
છેલ્લે માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતોઃ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરીને ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો કરાયો છે વધારો?
22 ઓગસ્ટના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94.44 પૈસા હતો. જેમાં સીધો ઉછાળો આવ્યો અને 6 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો. જેને પગલે આજે 23 ઓગસ્ટના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94.50 પૈસા થઈ ગયો છે. પહેલી નજરે જોતા તમને આ એક બહુ સામાન્ય વધારો લાગશે. પણ જ્યારે લાખો ગ્રાહકો મોટી કોન્ટીટીમાં ઈંધણ ભરાવતા હોય ત્યારે તેમના ખિસ્સાને મોટી અસર પડે છે. એ જ રીતે તેલ કંપનીઓને મોટી કમાણી પણ થાય છે. બીજી તરફ ડિઝલમાં પણ પ્રતિ લીટર 6 પૈસાનો વધારે કરી દેવામાં આવ્યો છે. ગઈ કાલે ડીઝલની કિંમત 90.11 પ્રતિ લીટર હતી. જેમાં આજે 23 ઓગસ્ટ 2024ના રોજ વધારો કરીને પ્રતિ લીટર 90.17 પૈસા કિંમત કરી દેવામાં આવી છે.
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે