PF ખાતાધારકો માટે સૌથી કામની વાત! આ સરળ રીતથી ઉપાડો પૈસા, જાણો શું છે પ્રક્રિયા
Trending Photos
નવી દિલ્લીઃ EPFOએ PF સબસ્ક્રાઈબર માટે મોટી સુવિધા આપી છે. જો તમને પૈસાની જરૂર હોય, તો તમારું પીએફ એકાઉન્ટ જરૂરિયાતના સમયે તમને તાત્કાલિક રાહત આપી શકે છે. અગાઉ, પીએફમાંથી પૈસા ઉપાડવા એક મુશ્કેલ અને લાંબી પ્રક્રિયા હતી. પરંતુ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ તેના સબ્સ્ક્રાઇબર્સ માટે એક નવી શરૂઆત કરી છે.
જો તમારી પાસે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા નથી અને તમે PF સબસ્ક્રાઇબર છો, તો તમે તમારા PF એકાઉન્ટમાંથી તરત જ એક લાખ રૂપિયા સુધી ઉપાડી શકો છો. આ પૈસા માત્ર મેડિકલ એડવાન્સ ક્લેમ હેઠળ જ મળશે. EPFO દ્વારા જાહેર કરાયેલા મેમોરેન્ડમ અનુસાર, PF ખાતા ધારકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો કોઈ જીવલેણ રોગના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 1 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર હોય તો PF ખાતાધારક આ સુવિધાનો ફાયદો લઈ શકે છે.
PF સબસ્ક્રાઇબર્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે-
મેડિકલ એડવાન્સ ક્લેમ હેઠળ પૈસા માટે અરજી કરવા માટે કર્મચારી માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો છે. ઉદાહરણ તરીકે, અરજદારના દર્દીને સરકારી/સાર્વજનિક ક્ષેત્રના એકમ/CGHS પેનલ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. જો તમને ઈમરજન્સીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તો આ અંગે તપાસ કરવામાં આવશે. આ પ્રક્રિયા પછી જ તમે મેડિકલ ક્લેમ માટે અરજી કરી શકો છો.
EPFOની આ સુવિધા હેઠળ તમે માત્ર એક લાખ રૂપિયા સુધી એડવાન્સમાં રૂપિયા ઉપાડી શકો છો. જો તમે કામકાજના દિવસે અરજી કરો છો તો બીજા જ દિવસે તમારા પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ પૈસા કર્મચારીના ખાતામાં અથવા સીધા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી શકાય છે.
જાણો-પૈસા ઉપાડવાની પ્રક્રિયા શું છે-
હોસ્પિટલનું ફાઈનલ બિલ એડવાન્સ રકમ સાથે એડજસ્ટ કરવામાં આવે છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 45 દિવસમાં મેડિકલ સ્લિપ જમા કરાવવાની રહેશે.
જાણો-પૈસા ઉપાડવા માટે કેવી રીતે અરજી કરવી?
-EPFOની વેબસાઈટ www.epfindia.gov.in પર ઓનલાઈન એડવાન્સ ક્લેમ કરી શકાય છે.
-તમે આ વેબસાઈટની મુલાકાત લઈને unifiedportalmem.epfindia.gov.in પરથી પણ એડવાન્સ ક્લેમ કરી શકો છો.
-અહીં તમારે ઓનલાઈન સેવાઓ પર ક્લિક કરવાનું રહેશે.
-હવે તમારે ક્લેમ (ફોર્મ-31,19,10C અને 10D) ભરવા પડશે.
-ત્યારપછી, તમારે તમારા બેંક ખાતાના છેલ્લા 4 અંકો દાખલ કરીને વેરિફિકેશન કરવું પડશે.
-હવે તમારે Proceed for Online Claim પર ક્લિક કરવાનું રહેશે.
- ડ્રોપ ડાઉનમાંથી પીએફ એડવાન્સ (ફોર્મ 31) પસંદ કરવાનું રહેશે.
-આ પછી તમારે પૈસા ઉપાડવાનું કારણ પણ આપવું પડશે.
-હવે તમારે કેટલી રકમ ઉપાડવી છે તેની માહિતી આપવી પડશે અને ચેકની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.
-આ પછી તમારે તમારું પૂરું સરનામું ભરવાનું રહેશે.
-Get Aadhaar OTP પર ક્લિક કરો અને આધાર લિંક્ડ મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો.
-હવે તમારો ક્લેમ દાખલ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે