શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો આ બે PSU Stock પર લગાવો દાવ, બ્રોકરેજે આપી ખરીદીની સલાહ
PSU Stock to Buy: બજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે એક્સપર્ટે શોર્ટ ટર્મ માટે Tourism Finance અને પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે Nelco ને પસંદ કર્યો છે. જાણો તેની માટે શું છે ટાર્ગેટ અને સ્ટોપલોસ.
Trending Photos
PSU Stock to BUY: શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર બંધ થયું. મિડકેપ ઈન્ડેક્સમાં આ સપ્તાહે 0.4 ટકાની તેજી આવી છે. Q3 માં કેટલીક બ્લૂચિપ કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે, જે શાનદાર રહ્યાં છે. બજારમાં તેજી યથાવત રહેવાની આશા છે. આ તેજીની બજારમાં ગ્લોબ કેપિટલ માર્કેટના હિમાંશુ ગુપ્તાએ 2 મિડકેપ સ્ટોકને પોઝિશનલ અને શોર્ટ ટર્મ ઈન્વેસ્ટરો માટે પસંદ કર્યાં છે. શોર્ટ ટર્મ માટે Tourism Finance અને પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે Nelco ને પસંદ કર્યો છે.
Nelco Share Price Target
ટાટા ગ્રુપની ટેલીકમ્યુનિકેશન કંપની Nelco ના શેરમાં એક્સપર્ટે પોઝિશનલ આધાર પર ખરીદીની સલાહ આપી છે. શેર આ સપ્તાહે 845 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. ટેક્નિકલ આધાર પર ચાર્ટ બ્રેકઆઉટની જેમ ઈશારો કરી રહ્યો છે. અહીં મોમેન્ટમ બનેલું જોવા મળી રહ્યું છે. આ રેન્જમાં ખરીદીની સલાહ છે. 800 રૂપિયાના સ્ટોપલોસની સાથે આગામી 1-2 મહિના માટે 1000 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
Nelco Share માટે 52 વીક હાઈ 893 રૂપિયા અને લો 486 રૂપિયા છે. તેનો ઓલ ટાઈમ હાઈ 1090 રૂપિયા છે. આ સપ્તાહે શેરમાં 4.75 ટકા, મહિનામાં 8.5 ટકા અને ત્રણ મહિનામાં 6.2 ટકાની તેજી આવી છે. આ કંપની એન્ટરપ્રાઇઝ અને સરકારને VSAT કનેક્ટિવિટી આપે છે. ટાટા ગ્રુપની આ કંપની બેન્ક એટીએમ, બેન્ક બ્રાન્ચ, એન્ટરપ્રાઇઝને ઘણા પ્રકારની સર્વિસ આપે છે.
Tourism Finance Share Price Target
શોર્ટ ટર્મ માટે એક્સપર્ટે PSU Stock ટૂરિઝ્મ ફાઈનાન્સ કોર્પોરેશનને પસંદ કર્યો છે. Tourism Finance Share આ સપ્તાહે 143 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. જે રીતે લક્ષદ્વીપની ઘટના બાદ ટૂરિઝ્મમાં તેજી આવી છે, તેનો ફાયદો કંપનીને મળશે. 140-142 રૂપિયાની રેન્જથી આ સ્ટોક બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. 130 રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોપલોસ લગાવો. 160 રૂપિયા પ્રથમ અને 175 રૂપિયા બીજો ટાર્ગેટ છે. આ 23 ટકા નજીક છે.
(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા જરૂર કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે