Railway મુસાફરો માટે સૌથી મોટો ખુશખબર! સરકારના આ નિર્ણયથી તમને થશે સીધો ફાયદો જ ફાયદો..
દેશમાં ટ્રેનોનું સંચાલન બે મહિનામાં સામાન્ય થઈ જશે. આ માટે રાજ્ય સરકારો સાથે વાતચીત ચાલી રહી છે. ત્યાર પછી મુસાફરોએ કોરોના સમયગાળા પહેલાની વ્યવસ્થા મુજબ ઓછું ભાડું ચૂકવવું પડશે.
- રેલમંત્રીએ કરી ભાડું ઓછું કરવાની જાહેરાત
- બેથી અઢી મહિનામાં હટાવી નાખવામાં આવશે ટ્રેનોમાંથી સ્પેશિયલ ટેગ
- ઓડિશાના પ્રવાસે હતા રેલમંત્રી
Trending Photos
નવી દિલ્હી: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટૂંક સમયમાં ટ્રેનોમાંથી વિશેષ ટેગ હટાવવા અને વધેલા ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં ટ્રેનોનું સંચાલન બે મહિનામાં સામાન્ય થઈ જશે. આ માટે રાજ્ય સરકારો સાથે વાતચીત ચાલી રહી છે. ત્યાર પછી મુસાફરોએ કોરોના સમયગાળા પહેલાની વ્યવસ્થા મુજબ ઓછું ભાડું ચૂકવવું પડશે.
હટાવી નાખવામાં આવશે ટ્રેનોમાંથી વિશેષ ટ્રેગ
રેલમંત્રીએ આ વાત ઓડિશાના ઝારસુગુડા મુલાકાત દરમિયાન જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી બેથી અઢી મહિનામાં ટ્રેનોમાંથી સ્પેશિયલ ટ્રેગ હટાવી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે વિશ્વવ્યાપી કોરોના મહામારી પછી હવે ધીમી ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. રેલમંત્રીએ જણાવ્યું હતું કે, જે પણ જરૂરી ટ્રેનો છે, જેણે ટૂંક સમયમાં ચાલુ કરવાની કોશિશ કરવામાં આવશે.
લોકોને પહેલાની જેમ જ છૂટ મળશે
રેલમંત્રીએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને વિશેષ શ્રેણીમાં આવતા યાત્રીઓને પહેલાની જેમ ભાડામાં છૂટ પણ મળવા લાગશે. રેલ મંત્રાલયે સ્થિતિ પર નજર બનાવીને રાખી છે. તમને જણાવી દઈએ કે મંગળવારે ઝારસુગુડાની મુલાકાત દરમિયાન રેલમંત્રી ત્યાંના જનપ્રતિનિધિઓ દ્વારા મોકલવામાં આવેલ માંગ પત્ર પર થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા.
પોસ્ટ ઓફિસમાંથી રેલ ટિકીટ ખરીદી રહ્યા છે લોકો
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની 25 હજારથી વધુ પોસ્ટ ઓફિસમાં પણ રેલ ટિકિટ વેચાઈ રહી છે. લોકો તેમાં રસ દાખવી રહ્યા છે. તેનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે. તેમણે કહ્યું કે પોસ્ટલનું ભવિષ્ય સોનેરી છે. લોકોને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સિસ્ટમ ગમે છે. પોસ્ટલ વિભાગમાં ઘણી નવી યોજનાઓ દ્વારા સુધારા કરવામાં આવી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવ રેલ્વે સાથે માહિતી અને ટેકનોલોજી વિભાગના મંત્રી પણ છે.
તેમણે કહ્યું કે ઓડિશામાં જ્યાં પણ નવી રેલ્વે લાઈન નાખવાની જરૂર હશે ત્યાં નવી રેલ્વે લાઈન નાખવામાં આવશે. આ ઉપરાંત ટૂંક સમયમાં જરૂરી ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ ઓડિશાના સાડા ચાર કરોડ લોકો માટે શક્ય તેટલું બધું કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે