Coronavirus: રેટ ઘટાડાથી ઇનકાર નહીં, તમામ જરૂરી પગલાં ભરવા તૈયાર RBI: શક્તિકાંત દાસ


વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે આરબીઆઈએ પાસે આપદાના રૂપમાં રેટ કટની આશા કરવામાં આવી રહી હતી. 

Coronavirus: રેટ ઘટાડાથી ઇનકાર નહીં, તમામ જરૂરી પગલાં ભરવા તૈયાર RBI: શક્તિકાંત દાસ

નવી દિલ્હીઃ રેટ કટને લઈને અટકળો વચ્ચે સોમવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટ કર્યું કે, નીતિગત વ્યાજ દરોમાં ઘટાડાનો નિર્ણય નાણાકીય નીતિ સમિતિ કરશે. તેમણે તે પણ સ્પષ્ટ કહ્યું કે, કોરોના વાયરસની અસરના નિવારણ માટે તમામ ઉપાયો પર વિચાર કરવામાં આવશે. મુંબઈમાં પ્રેસને સંબોધિત કરતા દાસે કહ્યું, 'અમે કોઈ વાતને નકારી રહ્યાં નથી.' એમપીસીની આગામી બેઠક 31 માર્ચ-3 એપ્રિલ વચ્ચે યોજાશે. 

અમેરિકા, બ્રિટને રેટ કટ કર્યા
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે આરબીઆઈએ પાસે આપદાના રૂપમાં રેટ કટની આશા કરવામાં આવી રહી હતી. અમેરિકાના કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે રવિવારે પોલિસી રેટને લગભગ શૂન્યના સ્તર પર લાવી દીધી છે. આ રીતે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. 

— ANI (@ANI) March 16, 2020

બોન્ડ માર્કેટ પર પણ કોરોનાની અસર
શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોના વાયરસની અસરથી ફોરેક્સ તથા બોન્ડ માર્કેટ પણ બાકાત રહી નથી. તેમણે આશ્વાસન આપ્યું કે, કોરોના વાયરસની અસરનો સામનો કરવા માટે આરબીઆઈ કોઈપણ પ્રકારની પોલિસી અન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કરવામાં ક્યારેય પાછીપાની કરશે નહીં. દાસનું આશ્વાસન તેવા સમયે સામે આવ્યું છે, જ્યારે દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા 114 પહોંચી ગઈ છે. 

યસ બેન્કમાં પૈસા સુરક્ષિત
યસ બેન્ક સંકટ પર આરબીઆઈએ કહ્યું કે, બેન્ક પર લાગેલા તમામ પ્રતિબંધો 18 માર્ચથી હટાવી દેવામાં આવશે અને યસ બેન્કનું નવું બોર્ડ 26 માર્ચથી પોતાનું કામકાજ સંભાળી લેશે. તેમણે કહ્યું કે, બેન્કમાં ખાતાધારકોની જમા રમક સુરક્ષિત છે અને દેશનું બેન્કિંગ સેક્ટર મજબૂત અને સુરક્ષિત હાથમાં છે. ગવર્નરે કહ્યું, યસ બેન્કની પાસે પૈસાની કોઈ કમી નથી, અને જરૂર પડી તો આરબીઆઈ તરલતા વધારવામાં બેન્કની મદદ કરશે. 

વિકાસ દર પર અસર
તેમણે કહ્યું કે, કોરોના વાયરસ ઘરેલૂની સાથે-સાથે વૈશ્વિક વિકાસ દર પર પણ અસર પાડશે. દાસે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક ફાર્મા અને સર્વિસ સેક્ટર પર સૌથી વધુ અસર થશે. તેમણે તે પણ કહ્યું કે, તેઓ રોકાણકારોનો વિશ્વાસ વદારવા માટે ઉપાય કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news