500 રૂપિયાની નોટ અંગે RBI એ કર્યો ચોંકાવનારો ખુલાસો, જો તમારી પાસે હોય તો ખાસ જાણો
RBIએ 19મી મેના રોજ જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવશે. વર્ષ 2016માં ચલણમાં લાવવામાં આવેલી 2000 રૂપિયાની નોટ માન્ય રહેશે પરંતુ નાગરિકોએ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આ નોટ બેંકમાં જમા કરાવવી પડશે. બીજી બાજુ નકલી નોટો પ્રત્યે પણ આરબીઆઈ કડક છે.
Trending Photos
RBIએ 19મી મેના રોજ જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવશે. વર્ષ 2016માં ચલણમાં લાવવામાં આવેલી 2000 રૂપિયાની નોટ માન્ય રહેશે પરંતુ નાગરિકોએ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આ નોટ બેંકમાં જમા કરાવવી પડશે. બીજી બાજુ નકલી નોટો પ્રત્યે પણ આરબીઆઈ કડક છે. હવે આરબીઆઈ તરફથી એક રિપોર્ટમાં મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આરબીઆઈએ સૌથી વધુ નકલી નોટ 2000 રૂપિયાની નહીં પરંતુ 500 રૂપિયાની પકડી છે.
ભારતીય રિઝર્વ બેંકે પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે FY23 માં લગભગ 91,110 જેટલી નકલી 500 રૂપિયાની નોટો અંગે જાણકારી મળી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે 2022-23 દરમિયાન બેંકિંગ ક્ષેત્રમાં પકડાયેલી કુલ નકલી ભારતીય નોટો(FICNs) માંથી 4.6 ટકા રિઝર્વ બેંકમાં અને 95.4 ટકા અન્ય બેંકોમા મળી આવી. કેન્દ્રીય બેંકે તે વર્ષ 78,699 નકલી નોટો 100 રૂપિયાની અને 27,258 નકલી નોટો 200 રૂપિયાની નોટની સૂચના આપી. RBI એ FY23 માં 2000 રૂપિયાની નોટની 9,806 નકલી નોટો પકડી હતી.
નકલી નોટ
નકલી નોટની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં 20 રૂપિયા, અને 500 રૂપિયાની (નવી ડિઝાઈન)ના મૂલ્યવર્ગમાં મળેલી નકલી નોટોમાં ક્રમશ: 8.4 ટકા અને 14.4 ટકાનો વધારો થયો હતો. 10 રૂપિયા, 100 રૂપિયા અને 2000 રૂપિયાના મૂલ્યવર્ગમાં મળેલી નકલી નોટોમાં ક્રમશ: 11.6 ટકા, 14.7 ટકા, અને 27.9 ટકાનો ઘટાડો થયો છે.
આર્થિક મોરચા અંગે રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતે ગત નાણાકીય વર્ષમાં મજબૂત લચીલાપણું દર્શાવ્યું. જે પ્રમુખ દેશોની વચ્ચે સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું. જો કે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં નબળા વપરાશ, ગ્રામીણ માંગમાં મંદી અને સતત ખર્ચનું દબાણ નાણાકીય દબાણ બનાવી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે