ગુજરાતમાં આ શું થવા બેઠું છે!! 70 રૂપિયાની પનીરની સબ્જી બાબતે યુવાનની કરપીણ હત્યા
Bharuch News: અંકલેશ્વર અંદાડા ગામમાં હોટલમાં ભોજનના પાર્સલ બાબતે ગ્રાહક અને હોટલ સંચાલકો વચ્ચે તકરારમાં ગ્રાહકની હત્યા થઈ હોટલના સંચાલકો દ્વારા ગ્રાહકને માર મારતા ગ્રાહકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
Trending Photos
ભરત ચુડાસમા/ભરૂચ: અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલના સંચાલકોએ પનીરની સબ્જી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ધિક્કા પાટુનો માર મારી એક યુવાનની હત્યા કરવાના મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર અંદાડા ગામમાં હોટલમાં ભોજનના પાર્સલ બાબતે ગ્રાહક અને હોટલ સંચાલકો વચ્ચે તકરારમાં ગ્રાહકની હત્યા થઈ હોટલના સંચાલકો દ્વારા ગ્રાહકને માર મારતા ગ્રાહકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હોટલ સંચાલકો વિરુદ્ધ હત્યાનો ગુનો. ઘટનાના CCTV સામે આવ્યા છે.
અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ મસ્જિદ ફળિયામાં રહેતી મોંગીબેન હીરાભાઈ વસાવાના ભાણેજ ઉપેન્દ્ર વસાવાના પુત્ર અંકિત વસાવાના ઘરેથી અનિકેત નામના યુવાનને 500 રૂપિયા આપી અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલ ખાતે પનીર સબ્જી લેવા મોકલ્યો હતો. જ્યાં હોટલના સંચાલકોએ તેને પનીર સબ્જી આપવાનું ના કહેતા અંકિત વસાવા અને અનિકેત સાથે ફરી સબ્જી લેવા ગયા હતા તે વેળા હોટલ સંચાલકો વચ્ચે બોલાચાલી કરી હતી.
જે બાદ મંગીબેન વસાવાની બહેનનો પુત્ર 21 વર્ષીય અરુણ પ્રવીણ વસાવા, વિજય વસાવા અને ધર્મેશ વસાવા સહિત ચારેય જણા ત્યાં ગયા જતા અને હોટલના સંચાલકો કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવને પનીરની સબ્જી કેમ આપી નહીં તેમ કહેતા જ જલ્લાડ બનેલા બંને ઈસમોએ ચારેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા અને અરુણ વસાવાને ધિક્કા પાટુ વડે મૂઢ માર માર્યો હતો.
જેને પગલે અરુણ વસાવા હોટલની બહાર નીકળતા જ ઢળી પડી બેભાન થઈ જતા તેને તેના સંબંધીઓએ રિક્ષામાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હોટલ સંચાલકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે