Jio પ્લેટફોર્મ સાથે જોડાયો અનંત અંબાણી, 25 વર્ષની ઉંમરમાં બન્યો એડિશનલ ડાયરેક્ટર


મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતને રિલાયન્સ જીયોમાં એડિશનલ ડાયરેક્ટરનું પદ મળ્યું છે. આ સાથે અનંતની જીયો પ્લેટફોર્મ પર એન્ટ્રી થઈ ગઈ છે. 
 

Jio પ્લેટફોર્મ સાથે જોડાયો અનંત અંબાણી, 25 વર્ષની ઉંમરમાં બન્યો એડિશનલ ડાયરેક્ટર

મુંબઈઃ રિલાયન્સ  ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતને મોટી જવાબદારી મળી છે. હકીકતમાં, 25 વર્ષના અનંત અંબાણીની જીયો પ્લેટફોર્મ પર એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર રાષ્ટ્રવ્યાપી તાળાબંધીના એક સપ્તાહ પહેલા અનંત અંબાણીને આ જવાબદારી આપવામા આવી છે.

અનંત અંબાણીની ઔપચારિક એન્ટ્રી
આ પ્રથમવાર છે જ્યારે જીયોમાં અનંત અંબાણીને મોટી જવાબદારી મળી છે. આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કારોબારમાં અનંત અંબાણીની ઔપચારિક એન્ટ્રી થઈ ગઈ છે. અનંતના મોટા ભાઈ આકાશ અને બહેન ઈશા અંબાણી પહેલાથી જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અલગ-અલગ કારોબારને સંભાળી રહ્યાં છે. વર્ષ 2014માં ઈશા અને આકાશ અંબાણીને રિલાયન્સ ટેલીકોમ અને રિટેલ બિઝનેસના બોર્ડ ઓફ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. 

તો અનંત દર વર્ષે માતા નીતા અંબાણીની સાથે આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરતો જોવા મળે છે. આ સિવાય અનંત અંબાણી જામનગર રિફાઇનરીમાં સોશિયલ અને ફાઉન્ડેશન વર્ક માટે પણ જતો હોય છે. 

જીયોમાં વધી રહ્યું છે રોકાણ
અનંત અંબાણી એવા સમયે જીયો પ્લેટફોર્મ સાથે જોડાયો છે જ્યારે કંપનીમાં સતત મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં અમેરિકાની ઇક્વિટી ફર્મ કેકેઆર દ્વારા પણ જીયો પ્લેટફોર્મ પર 1.5 અબજ ડોલર (આશરે 11,367 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે કેકેઆર આ રોકાણથી જીયો પ્લેટફોર્મમાં 2.32 ટકાની ભાગીદારી ખરીદશે. 

Coronavirus: હવે વીમા પ્રીમિયમ માટે ચૂકવવા પડશે વધુ પૈસા, જાણો શું છે કારણ

ફેસબુકે 9.99 ટકાની ભાગીદારી ખરીદી
આ પહેલા એક મહિનાની અંદર રિલાયન્સ જીયો પ્લેફોર્મમાં ફેસબુક ઇંક, જનર અટલાન્ટિક, સિલ્વર લેક અને વિસ્ટા ઇક્વિટી પાટનર્સ દ્વારા રોકાણની જાહેરાત કરવામાં આવી છે. માત્ર ફેસબુકે જીયોમાં 9.99 ટકા ભાગીદારી ખરીદી છે. આ માટે ફેસબુક 5.7 બિલિયન ડોલર એટકે કે 43, 574 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે. 

તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જીયોને માત્ર ટેલીકોમ ઓપરેટર નહીં પરંતુ એક ડિજિટલ કંપનીના રૂપમાં વિકસિત કરી રહી છે. જો રિલાયન્સ જીયોની વાત કરીએ તો 2016માં તેનું લોન્ચિંગ થયું હતું. ત્યારબાદ ટેલીકોમ સેક્ટરમાં પ્રાઇસ અને ડેટાનો જંગ શરૂ થયો છે. આ કારણે ઘણી ટેલીકોમ કંપનીઓએ પોતાના વેપારને બંધ કરવો પડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news