SBI અને UBI ની હોમ લોન થઇ શકે છે વધુ સસ્તી! બેંકોએ MCLR માં કર્યો ઘટાડો
તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) અને યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (Union Bank of India)ના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં આ બેંકની હોમ લોન (Home Loan) સહિત બીજી લોન સસ્તી થઇ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) અને યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (Union Bank of India)ના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં આ બેંકની હોમ લોન (Home Loan) સહિત બીજી લોન સસ્તી થઇ શકે છે. જોકે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ અને બીજી એક સરકારી બેંક યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (યૂબીઆઇ)એ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ એટલે કે એમસીએલઆર (MCLR)માં ક્રમશ: 0.15 ટકા સુધી અને 0.10 સુધીનો ઘટાડો કરી દીધો છે. તેની સીધી અસર આ બેંકોની લોન પર પડશે. એસબીઆઇની નવા MCLR દર 10 માર્ચ 2020થી લાગૂ થયા છે. યૂબીઆઇના નવા દર 11 માર્ચથી લાગૂ થયા છે. જોકે એસબીઆઇએ એફડી પર મળનાર વ્યાજમાં ઘટાડો કર્યો છે. નવા દર 10 માર્ચથી લાગૂ થઇ ગયા છે.
એસબીઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર એક વર્ષ માટે એમસીએલઆરમાં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર હવે 7.75 ટકા થઇ ગયા છે જે પહેલાં 7.85 ટકા હતા. તમને જણાવી દઇએ કે બેંકે ચાલૂ નાણાકીય વર્ષ (2019-20) દરમિયાન અત્યાર સુધી એનસીએલઆરમાં 10મી વાર ઘટાડો કર્યો છે.
એસબીઆઇના નવા દર
એક દિવસથી માંડીને એક મહિના માટે એમસીએલઆર 0.15 ટકા ઘટાડીને 7.45 ટકા થઇ ગયો છે. આ પ્રકારે ત્રણ મહિના માટે એમસીએલઆર 7.50 ટકા થઇ ગયો છે જે પહેલાં 7.65 ટકા હતો. આ ઉપરાંત બે વર્ષ અને ત્રણ વર્ષ માટે એમસીએલઆરમાં 0.10 ટકાનો ઘટાડો થયો છે. હવે ક્રમશ: 7.95 ટકા અને 8.05 ટકા થઇ ગયો છે.
યૂનિયન બેંકના નવા દર
સરકારી બેંક યૂબીઆઇએ પોતાના તમામ સમયગાળા માટે એમસીએલઆરમાં 0.10 ટકા સુધી ઘટાડો કર્યો છે. બેંકે એક વર્ષના એમસીએલઆરને 8.10 ટકાથી ઘટાડીને 8 ટકા કરી દીધો છે. યૂબીઆઇએ એક મહિના માટે એમસીએલઆરને 7.60 ટકા અને એક દિવસનો રેટ 7.55 ટકા રાખવામાં આવ્યો છે.
શું છે એમસીએલઆર
આ કોમર્શિયલ બેંકોની ઉધાર દર નક્કી કરવા માટે હાલની બેસ રેટ સિસ્ટમ છે. તેની શરૂઆત એપ્રિલ 2016માં કરવામાં આવી હતી. તેના લીધે લોન લેવી થોડી સરળ થઇ ગઇ છે. જ્યારે તમે કોઇ બેંક પાસેથી લોન લો છો તો બેંક દ્વારા લેવામાં આવતા વ્યાજની ન્યૂનતમ દરને આધાર રેટૅ (બેસ રેટ) કહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે