State Bank of India ના ગ્રાહકો માટે આનંદના સમાચાર, EMIનો ભાર ઘટશે
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક SBIમાંથી લોન લેવું સરળ અને સસ્તુ બન્યું છે. SBIએ લોન પર MCLR રેટમાં 0.10 ટકા કાપની સોમવારે જાહેરાત કરી છે. આ કાપ સાથે એક વર્ષનો માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) 8%થી ઘટીને 7.90 % વાર્ષિક થયો છે. બેંક તરફથી વ્યાજદરમાં આ કાપની જાહેરાત 10 ડિસેમ્બર 2019થી પ્રભાવી થઈ રહી છે.
સ્ટેટ બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત
SBIએ ચાલુ નાણાકીય વર્ષમાં સતત આઠમી વાર MCLRમાં કાપ મૂક્યો છે. સૌથી મોટી બેંકે નિવેદન બહાર પાડીને જાહેરાત કરી છે કે વ્યાજ દરમાં કાપની સાથે તે દેશમાં સૌથી સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવનારી બેંક બની ગઈ છે. SBI અસેટ્સ, ડિપોઝીટ, શાખાઓ, ગ્રાહકો, અને કર્મચારીઓના મુદ્દે દેશની સૌથી મોટી બેંક છે.
SBI પાસે છે સૌથી મોટું બજાર
ભારતીય સ્ટેટ બેંક (SBI) આ કાપ બાદ દેશમાં સૌથી સસ્તી લોન ઉપલબ્ધ કરાવનારી બેંક બની ગઈ છે. બેંકના વ્યાજ દરોમાં કાપનો હેતુ નીતિગત વ્યાજ દરોમાં કાપનો ફાયદો લોકો સુધી પહોંચાડવાનો છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) પાસે Home loans અને Auto loansના કુલ બજારની લગભગ 25 ટકા ભાગીદારી છે.
જુઓ LIVE TV
RBIએ આ વર્ષનો મોટો કાપ મૂક્યો
નોંધનીય છે કે RBIએ આ વર્ષે અત્યાર સુધીમાં નીતિગત દરોમાં 135 બેસિસ પોઈન્ટનો કાપ મૂક્યો છે. RBIના રેપો રેટનો વ્યાજ દર મહિનાની શરૂઆતાં 5.15 ટકા પર હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે