બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન- ખરીદો આ ઈન્ટ્રાડે સ્ટોક્સ
Stock Market News: ઘરેલુ શેર બજારોમાં બુધવારે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ થયું છે. સેન્સેક્સ પહેલીવાર 80,000 ને પાર પહોંચી ગયો અને નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું. સેન્સેક્સ 572 પોઈન્ટ ચડીને 80,013 પોઈન્ટ પર ખુલ્યો, નિફ્ટી 168 પોઈન્ટ ચડીને 24,291 પર ખુલ્યો
Trending Photos
ઘરેલુ શેર બજારોમાં બુધવારે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ થયું છે. સેન્સેક્સ પહેલીવાર 80,000 ને પાર પહોંચી ગયો અને નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું. સેન્સેક્સ 572 પોઈન્ટ ચડીને 80,013 પોઈન્ટ પર ખુલ્યો, નિફ્ટી 168 પોઈન્ટ ચડીને 24,291 પર ખુલ્યો. બેંક નિફ્ટી 704 અંક ખુલીને 52,872 પર ખુલ્યો.
સવારે ગ્લોબલ બજારોમાંથી મજબૂત સંકેતો જોવા મળી રહ્યા હતા. Gift Nifty માં આજે સવારે 125 અંકોની તેજી જોવા મળી હતી. કાલે અમેરિકી બજારોમાં નાસ્ડેક, S&P ની રેકોર્ડ ક્લોઝિંગ થઈ હતી અને ડાઓ 162 અંક ચડ્યું હતું.
પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ગયો
ઘરેલુ બજારમાં આજે રેકોર્ડ હાઈ પર ઓપનિંગ જોવા મળ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ પહેલીવાર 80,000 પાર નીકળ્યો છે. જ્યારે નિફ્ટીએ પણ પહેલીવાર 24,250 નું સ્તર પાર કર્યું. બેંક નિફ્ટીને એચડીએફસીથી જોરદાર સપોર્ટ મળ્યો. એચડીએફસી પણ આજે નવા હાઈ લેવલ્સ પર ખુલતું જોવા મળ્યું. મિડકેપ ઈન્ડેક્સ અને નિફ્ટી આઈટીમાં તેજી જોવા મળી. બજારની શરૂઆતમાં 1588 શેર લીલા જ્યારે 195 શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા.
કમાણીની તક
આજે ટ્રેડિંગ સેશનમાં પણ શેર બજારે લાઈફ ટાઈમ હાઈ સાથે શરૂઆત કરી. સેન્સેક્સ અને નિફ્ટી 50 ઈન્ડેક્સે લીલા નિશાન સાથે શરૂઆત કરી. બજારની આ તેજીમાં રોકાણકારો પાસે પૈસા કમાવવાની તક છે. આ તક ઈન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા છે. માર્કેટ એક્સપર્ટે અનિલ સિંઘવી સાથે પેનલ પર અનેક ઈન્ટ્રાડે સ્ટોક્સની પસંદગી કરી છે. આ શેરોને ઈન્ટ્રાડેની રીતે પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે. માર્કેટ એક્સપર્ટે ખરીદી માટે ટાર્ગેટ પ્રાઈસ અને સ્ટોપ લોસ પણ આપ્યા છે.
ઈન્ટ્રાડે માટે ખરીદો આ શેર
1. રાકેશ બંસલની પસંદ
Tata Consumer Prod - Buy
Target - 1142
Stop Loss - 1075
Asian Paints - Buy
Target - 2982
Stop Loss - 2898
2. અંબરીશ બલિયાનો મત
Bayer Crop - Buy
Target - 8250
Duration- 6-12 મહિના
3. વિશ્વેશ ચૌહાણની સલાહ
GP Petro - Buy
Target - 75
Stop Loss - 68
4. સુમીત બગડિયાની પસંદ
L&T - Buy
Target - 3725/3750
Stop Loss - 3535
5. સિદ્ધાર્થ સેડાનીએ પસંદ કર્યા આ શેર
United Breweries - Buy
Target - 2075/2300
Stop Loss - NA
(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)
(Disclaimer: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ માર્કેટ એક્સપર્ટ દ્વારા અપાઈ છે. આ ઝી24કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે