Bonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજી
Shakti Pumps Bonus Share: શક્તિ પંપમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ પરંતુ વેચવાલી વચ્ચે શેરમાં 5 ટકાની લોવર સર્કિટ લાગી ગઈ હતી.
Trending Photos
Shakti Pumps Bonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની શક્તિ પંપ્સ (ઈન્ડિયા) લિમિટેડે શેરધારકો માટે બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની બોર્ડે સોમવાર (7 ઓક્ટોબર) એ 5:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શક્તિ પંપ્સમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ પરંતુ બજારની બિકવાલીમાં શેરમાં 5 ટકાની લોવર સર્કિટ લાગી હતી.
Bonus Share: 1 ને બદલે 5 શેર
શક્તિ પંપ્સએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે બોર્ડે કંપનીના ઓથોરાઇઝ્ડ શેર કેપિટલને 40 કરોડ રૂપિયાથી વધારી 190 કરોડ રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સાથે બોર્ડે 10 રૂપિયાના વર્તમાન ફુલી પેડઅપ ઈક્વિટી શેરના બદલે 10 રૂપિયાના 5 નવા ફુલી ઈક્વિટી શેરના ગુણોત્તરમાં બોનસ જારી કરવાની ભલામણને મંજૂરી આપી છે. 30 નવેમ્બર 2024 કે તે પહેલા બોનસ શેર શેરધારકોના એકાઉન્ટમાં જમા થઈ શકે છે.
મહત્વનું છે કે બોનસ ઈશ્યૂ તે પ્રોસેસ છે જેમાં કંપની પોતાના વર્તમાન શેરહોલ્ડર્સને વધારાના કોઈ રૂપિયા વગર શેર જારી કરે છે. શેર સામાન્ય રીતે કોઈ શેરહોલ્ડરની પાસે પહેલાથી રહેલા શેરની સંખ્યાના ગુણોત્તરમાં આપવામાં આવે છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં શક્તિ પંપ્સનો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 9166% વધી 92.66 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં આ નફો 1 કરોડ રૂપિયા હતો. તો જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 113.60 કરોડ રૂપિયાથી વધી 567.56 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
શું છે કંપનીનો બિઝનેસ
શક્તિ પંપની સ્થાપના વર્ષ 1982માં કરવામાં આવી હતી. તે પંપ ઉદ્યોગમાં એક મોટું નામ છે. આ કંપની ઊર્જા કાર્યક્ષમ સ્ટેનલેસ સ્ટીલ સબમર્સિબલ પંપ અને મોટર્સ બનાવે છે. સ્થાનિક સોલાર પંપ માર્કેટમાં તેનો બજાર હિસ્સો 30% છે. આ કંપની દ્વારા ઉત્પાદિત સોલર પંપ સૌર ઉર્જા પર કામ કરે છે. તે એકદમ સસ્તું છે અને કંપનીને PM કુસુમ યોજના હેઠળ ઘણું કામ મળી રહ્યું છે. આ પંપોમાં કોઈ ઈંધણ ખર્ચ નથી. ઓપરેશનલ લાઇફ પણ ખૂબ લાંબી છે. તે પર્યાવરણને અનુકૂળ અને સંચાલન અને જાળવણી માટે પણ સરળ છે.
Shakti Pumps Share: એક વર્ષમાં 370% રિટર્ન
Shakti Pumps સ્ટોકે શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં સ્ટોક 2 ટકા ઘટ્યો છે. છેલ્લા 6 મહિનામાં સ્ટોક 200 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 320 ટકા વધ્યો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં શેરનું વળતર 370 ટકા હતું અને બે વર્ષમાં તે 740 ટકાથી વધુ હતું. BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 8,624 કરોડ છે. શેરનો 52 સપ્તાહનો હાઈરૂ. 5,089 અને 52 સપ્તાહનો લો રૂ. 881 છે. સોમવારે શેરમાં વેચવાલીનું દબાણ હતું. શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી હતી. શેર 4305 પર બંધ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે