આ ગુજરાતી કંપનીના શેર રોકાણકારોને સતત કરી રહ્યા છે માલામાલ, 5720% નું જબરદસ્ત રિટર્ન આપ્યું

Adani Group Stock: છેલ્લા પાંચ વર્ષમાં આ સમયગાળામાં શેરોએ 5720%નું ચોંકાવનારું રિટર્ન આપ્યું. 14 ફેબ્રુઆરીએ કંપનીએ જાહેરાત કરી કે ગુજરાતના  ખાવડામાં 551 મેગાવોટની સૌર મતા ચાલુ થઈ ગઈ છે અને રાષ્ટ્રીય ગ્રિડને વીજળીનો સપ્લાય શરૂ કરી દીધો છે. 

આ ગુજરાતી કંપનીના શેર રોકાણકારોને સતત કરી રહ્યા છે માલામાલ, 5720% નું જબરદસ્ત રિટર્ન આપ્યું

Adani Group Stock: અદાણી ગ્રુપના શેરોમાં હાલના દિવસોમાં રોકાણકારોમાં ખુબ રસ જોવા મળ્યો છે. ત્રીજા ત્રિમાસિકમાં અદાણી ગ્રુપના શાનદાર પ્રદર્શનથી સમૂહના શેરો હાઈ લેવલ પર ટ્રેડ થયા. ગત વર્ષ જાન્યુઆરીમાં અમેરિકી શોર્ટઅ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા એક મહત્વપૂર્ણ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યા બાદથી સમૂહના અનેક શેરોમાં જે કડાકો જોવા મળ્યો હતો તેમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે. તેમાં મહદઅંશે કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને જીક્યુજી પાર્ટનરનો સહયોગ રહ્યો છે. 

અદાણી ગ્રીન એનર્જીનું શાનદાર પ્રદર્શન
અદાણી સમૂહના શેરોમાં દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી (આરઈ) કંપની અને દુનિયાની બીજી સૌથી મોટી સોલર પીવી ડેવલપર, અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં ત્રણ મહિનામાં જબરદસ્ત તેજી જોવા મળી. આ સમયગાળા દરમિયાન શેર 1052 રૂપિયાથી વધીને 1918 રૂપિયા પર પહોંચી ગયો. આ દરમિયાન તેણે 82 ટકાનું રિટર્ન આપ્યું અને છેલ્લા એક વર્ષના સમયગાળામાં તેમાં 295 ટકાની તેજી આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સમયગાળામાં શેરોએ 5720%નું ચોંકાવનારું રિટર્ન આપ્યું. 14 ફેબ્રુઆરીએ કંપનીએ જાહેરાત કરી કે ગુજરાતના  ખાવડામાં 551 મેગાવોટની સૌર ક્ષમતા ચાલુ થઈ ગઈ છે અને રાષ્ટ્રીય ગ્રિડને વીજળીનો સપ્લાય શરૂ કરી દીધો છે. કંપનીએ ખાવડાના આરઈ પાર્ક પર કામ શરૂ કરવાના 12 મહિનાની અંદર આ ઉપલબ્ધિ મેળવી લીધી. 

ખાવડામાં મોટું રિન્યુએબલ ઉર્જા પ્રતિષ્ઠાન
કંપનીની યોજના આ આરઈ પાર્કમાં 30 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ક્ષમતા વિક્સિત કરવાની છે. યોજનાબદ્ધ ક્ષમતા આગામી પાંચ વર્ષોમાં ચાલુ થવાની આશા છે. પૂરી થઈ જતા ખાવડા આરઈ પાર્ક દુનિયાનું સૌથી મોટું રિન્યુએબલ ઉર્જા પ્રતિષ્ઠાન બનશે. આ આરઈ પાર્ક એકલું દર વર્ષે 16.1 મિલિયન ઘરોને વીજળી આપી શકે છે. કંપની પાસે હાલમાં 9 ગીગાવોટથી વધુનો ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો છે. જે ભારતમાં સૌથી મોટો છે. તે 12 રાજ્યોમાં ફેલાયેલો છે. કંપનીએ ભારતના ડીકાર્બોનાઈઝેશન લક્ષ્યાંકો મુજબ 2030 સુધીમાં 45 ગીગાવોટ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે હાલમાં જ કંપનીના રેટિંગને નકારાત્મકથી વધારીને સ્થિર કર્યું છે. કંપનીએ 27 ફેબ્રુઆરીના રોજ એક નિયામક ફાઈલિંગમાં કહ્યું કે કંપની આ વર્ષે પોતાના ઋણ દાયિત્વને ચૂકવવા માટે અમેરિકી ડોલર મૂલ્યવાળા બોન્ડના માધ્યમથી 409 મિલિયન અમેરિકી ડોલર ભેગા કરવાની યોજના ઘડી રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ આ પહેલી વિદેશી બોન્ડ સેલિંગ છે. 

નાણાકીય વર્ષ 23ના ત્રીજા ત્રિમાસિકમાં તેનો એકીકૃત ચોખ્ખો નફો ટકાથી વધીને 256 કરોડ રૂપિયા થયો. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં તેનો ચોખ્ખો નફો 103 કરોડ હતો. પરિચાલનથી કંપનીનું એકીકૃત રાજસ્વ ત્રીજા ત્રિમાસિકમાં વધીને 1765 કરોડ રૂપિયા થયો. જે એક વર્ષ પહેલાના ત્રિમાસિકમાં 1258 કરોડ રૂપિયા હતો. જે વાર્ષિક આધાર પર 40-30 ટકાનો વધારો છે. 

(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news