રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અર્થ

Rajkummar Rao Production House: રાજકુમાર રાવ અને પત્રલેખાએ એક મોટી જાહેરાત કરી છે. આ બન્ને પ્રોડક્શન હાઉસના માલિક બની ગયા છે. આ વાતનો ખુલાસો બન્નેએ પોતે જ સોશિયલ મીડિયા પર કર્યો છે. રાજકુમાર રાવ અને પત્રલેખાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અર્થ

Rajkummar Rao Production House: 'સ્ત્રી 2'ની બિક્કી એટલે કે રાજકુમાર રાવે પોતાનું પ્રોડક્શન હાઉસ ઓપન કર્યું છે. રાજકુમાર રાવે આ પ્રોડક્શન હાઉસની શરૂઆત વાઈફ અને અભિનેત્રી પત્રલેખા સાથે કરી છે. આ પ્રોડક્શન હાઉસનું નામ કેમ્પા ફિલ્મ છે. જેની જાહેરાત બન્નેએ સોશિયલ મીડિયા પર એક નાનો વીડિયો શેર કરીને કરી હતી. આ પ્રોડક્શન હાઉસની સાથે બન્નેએ બિઝનેસની દુનિયામાં પણ ડેબ્યુ કર્યું છે.

માતાના નામ પર રાખ્યું પ્રોડક્શન હાઉસનું નામ
ખાસ વાત એ છે કે, પત્રલેખા અને રાજકુમાર રાવે તેમના નવા સાહસનું નામ તેમની બન્ને માતાના નામના આધારે રાખ્યું છે. આ વિશે વાત કરતા પત્રલેખાએ ઈન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું કે, 'તમે બધાની સામે લાવ્યા છે કેમ્પા ફિલ્મ. જીવનમાં  માતાના આશીર્વાદ વિના કંઈ પણ સારું થઈ શકતું નથી. કેમ્પા નામ અમારા બન્નેની માતાના નામનું કોમ્બિનેશન છે. અમે લોકો ટૂંક સમયમાં અમારા ફીચર અંગે જાહેરાત કરીશું.'

પત્રલેખા-રાજકુમાર રાવે શું કહ્યું?
પત્રલેખા પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે પ્રોડક્શન હાઉસ ખોલવાના તેના વિઝન વિશે વાત કરી. અભિનેત્રીએ કહ્યું કે, 'અમે હંમેશા સ્ટોરી ટેલિંગમાં માનીએ છીએ. કેમ્પાની સાથે... આ કહાનીઓને વિશ્વમાં લઈ જવી વધુ સરળ બનશે. રાજકુમાર રાવે કહ્યું કે, 'મારા અને પત્રલેખા માટે સિનેમા પ્રત્યેનો અમારો પ્રેમ બતાવવા માટે કેમ્પા એક માધ્યમ હશે. અમે લોકો સ્ટોરી ટેલિંગના મેજિક પર વિશ્વાસ કરીએ છીએ.' રિપોર્ટનું માનીએ તો કેમ્પાએ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.'

છેલ્લે આમાં જોવા મળ્યો હતો રાજકુમાર
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ છેલ્લે 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઓક્ટોબર 2024માં રિલીઝ થઈ હતી. જ્યારે પત્રલેખા છેલ્લે 'IC 814: ધ કંધાર હાઇજેક'માં સ્ક્રીન પર જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news