ઇઝરાયલ-હમાસ યુદ્ધ લંબાયું આ કંપનીઓના શેર રોકેટ બની જશે! જરા ધ્યાનમાં રાખજો આ સ્ટોક

Israel-Hamas War Impact- ઇઝરાયેલ એકલા વિશ્વના લગભગ 30 ટકા બ્રોમિનનો સપ્લાય કરે છે. ભારતમાં પણ ગુજરાતના કચ્છમાં બ્રોમિનનું ઉત્પાદન થાય છે, પરંતુ ઇઝરાયેલની સરખામણીએ આ પ્રમાણ ઘણું ઓછું છે. બ્રોમિનનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિને કારણે કેટલાક શેરમાં વધારો જોવા મળ્યો છે.
 

ઇઝરાયલ-હમાસ યુદ્ધ લંબાયું આ કંપનીઓના શેર રોકેટ બની જશે! જરા ધ્યાનમાં રાખજો આ સ્ટોક

srael-Hamas War: જો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ લંબાય તો કેટલીક કેમિકલ કંપનીઓના શેરમાં તીવ્ર વધારો થઈ શકે છે. છેલ્લા 2 દિવસથી કેમિકલ કંપનીઓના શેર પણ ઝડપથી વધી રહ્યા છે. કેટલાક કેમિકલના સ્ટોકમાં વધારો થવાનું કારણ ઈઝરાયેલથી આવતા બ્રોમિન નામના કેમિકલના સપ્લાયમાં વિક્ષેપ આવવાની ભીતિ છે. ઇઝરાયેલ બ્રોમીનનો મુખ્ય નિકાસકાર છે. વિશ્વમાં 30 ટકા બ્રોમિન માત્ર ઈઝરાયેલમાંથી આવે છે. બ્રામીન પીરિયાડિક ટેબલમાં આ કેમિકલ 35મા ક્રમે આવે છે અને તેનું પ્રતીક ‘Br’ છે.

હમાસ દ્વારા ઈઝરાયેલ પરના અચાનક હુમલાને કારણે સમગ્ર વિશ્વમાં બ્રોમીનના ભાવમાં વધારો થયો છે. કેમિકલ ક્ષેત્રની કંપનીઓ તેની અસર અનુભવી રહી છે. બ્રોમિન એ રાસાયણિકનું નકારાત્મક ચાર્જ સ્વરૂપ છે, એટલે કે BR-. તેને બ્રોમાઇડ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે. ખાસ કરીને મિર્ગીના દૌરા અથવા એન્જાઈટીની સારવાર માટે બનાવવામાં આવતી દવાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

મોટાભાગના બ્રોમિન ડેડ સીમાંથી આવે છે
મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલ, પેલેસ્ટાઈનની વેસ્ટ બેંક અને જોર્ડનની સીમાઓ વચ્ચે એક ખૂબ મોટું તળાવ છે, જેને ડેડ સી કહેવામાં આવે છે. આ વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. વિશ્વના લગભગ 50 થી 55 ટકા બ્રોમિન આ મૃત સમુદ્રમાં જોવા મળે છે. આ સમુદ્ર ઈઝરાયેલની સરહદ પર હોવાથી તેના મોટા ભાગના હિસ્સા પર તેનું નિયંત્રણ છે.

બ્રોકરેજના અંદાજે આ શેરમાં તેજી આવશે
કેમિકલ સેક્ટરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલએ  (JM Financial) રોકાણકારોને SRF, દીપક નાઇટ્રાઇટ અને આર્ચીન કેમિકલના શેર ખરીદવાની સલાહ આપી છે. જેએફ ફાઇનાન્શિયલએ SRF શેરની ટાર્ગેટ કિંમત રૂ. 2,230, દીપક નાઇટ્રાઇટની રૂ. 2,066 અને આર્ચીન કેમિકલની રૂ. 628 નક્કી કરી છે. આ સિવાય બ્રોકરેજ ફર્મે UPL, PU ઈન્ડસ્ટ્રીઝ, ક્લીન સાયન્સ, નવીન ફ્લોરિન અને એથર ઈન્ડસ્ટ્રીઝના શેર પર પણ તેનું 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે.

જેએમ ફાઇનાન્શિયલએ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને કારણે બ્રોમીનના ઉત્પાદન, તેના વેચાણ અને વિદેશમાં નિકાસને લઇને ચિંતાઓ ઉભી થઇ છે. જો યુદ્ધના કારણે બ્રોમીનની નિકાસમાં ઘટાડો થશે તો તેની કિંમત ઝડપથી વધશે. હાલમાં બ્રોમીનની કિંમત 290 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news