Multibagger Stock: 4300% ની તોફાની તેજી, માત્ર એક વર્ષમાં ઈન્વેસ્ટરોના પૈસા થઈ ગયા ડબલ
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સોનાટા સોફ્ટવેર લિમિટેડના શેરમાં 250 ટકાની તેજી જોવા મળી છે. 5 વર્ષ પહેલા આ શેરમાં રોકાણ કરી હોલ્ડ કરનારા ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 488 ટકાનો લાભ થઈ ગયો છે.
Trending Photos
Multibagger Stock: શેરબજારમાં એવા ઘણા સ્ટોક હોય છે,જે રોકાણકારોને ઓછા સમયમાં મોટો ફાયદો કરાવે છે. શેર માર્કેટમાં એક આવી કંપની સોનાટા સોફ્ટવેર લિમિટેડ (Sonata Software) છે. કંપનીએ પોઝીશનલ ઈન્વેસ્ટરોના પૈસા એક વર્ષ દરમિયાન લગભગ ડબલ કરી દીધા છે. નોંધનીય છે કે સોનાટા સોફ્ટવેરની કિંમતોમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 4300 ટકાની તેજી જોવા મળી છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સોનાટા સોફ્ટવેરની કિંમતમાં 250 ટકાની તેજી જોવા મળી છે. 5 વર્ષ પહેલા કંપનીના આ શેરને ખરીદી હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 488 ટકાનો લાભ થઈ ચુક્યો છે. ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ સારી વાત છે કે છેલ્લા એક વર્ષમાં સોનાટા સોફ્ટવેરના ભાવમાં 95.46 ટકા જેટલો વધારો થયો છે. નોંધનીય છે કે શુક્રવારે કંપનીના શેર સ્ટોક માર્કેટમાં 1039.80 રૂપિયા પર હતો.
જે ઈન્વેસ્ટરે 10 વર્ષ પહેલા સોનાટા સોફ્ટવેરમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત અને અત્યાર સુધી હોલ્ડ કર્યું હોત તો આજે તેને મોટી કમાણી થઈ હોત. 10 વર્ષ પહેલા 10 હજાર રૂપિયા હોલ્ડ કરવાથી આજે તે રકમ 4 લાખ થઈ ગઈ છે. નોંધનીય છે કે કંપનીમાં મ્યુચુઅલ ફંડ્સ અને પબ્લિકની ભાગીદારી 13.57 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે