ખતરનાક, વિનાશકારી યોગ બની રહ્યો છે, પરંતુ આ 3 રાશિવાળાને તો જલસા, વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે!

વૈદિક પંચાંગ મુજબ શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર છે અને બહુ જલદી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિાયન કેતુ કન્યા રાશિમાં છે. આ સ્થિતિ ષડાષ્ટક યોગનું નિર્માણ કરે છે. જે કેટલીક રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. 

1/5
image

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકોને આ યોગથી નવી ઉર્જા અને આત્મવિશ્વાસ મળશે. આ રાશિના જાતકોને કરિયરમાં આકરી મહેનત બાદ સફળતા મળી શકે છે. આ સમય તમારા જીવનમાં અનુશાસન લાવશે અને નવી યોજનાઓ પર કામ કરશો. રહસ્યમય અને આધ્યાત્મિક વિષયોમાં રસ વધી શકે છે. નોકરીયાત જાતકોને અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ અને સમર્થન મળશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. 

કન્યા રાશિ

3/5
image

કન્યા રાશિના જાતકોને કામોમાં સફળતા મળશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરી કે બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે છે. આ સમય દરમિયાન તમે જટિલ સમસ્યાઓને ઉકેલવામાં એક્સપર્ટ થશો. અનેક દિવસોથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. ધન દૌલત મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. માન સન્માનમાં વધારો થશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. જે લોકો બેરોજગાર છે અને નોકરીની શોધમાં છે તેમને નવી નોકરી મળી શકે છે. 

મકર રાશિ

4/5
image

મકર રાશિના જાતકોને કરિયરમાં સ્થિરતા અને સન્માન મળશે. તમે મોટી જવાબદારીઓ નિભાવવામાં સફળ રહેશો. ધ્યાન અને યોગ દ્વારા શાંતિ મળશે. પરિવારજનોનો સાથ મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. કાર્યક્ષેત્ર પર સહયોગીઓનો સાથ મળશે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.