Maharashtra Ordnance Factory Blast: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Ordnance ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 8 લોકોના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો ધડાકો થયો છે. આ અકસ્માતમાં કેટલાક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. 

Maharashtra Ordnance Factory Blast: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Ordnance ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 8 લોકોના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રમાં ભંડારા જિલ્લામાં શુક્રવારે સવારે એક હથિયાર ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 8 લોકોના જીવ ગયા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઘટના સમયે ફેક્ટરીમાં હાજર કર્મચારીઓની શોધખોળ માટે બચાવ અભિયાન ચાલુ છે. પોલીસે આ જાણકારી આપી. જિલ્લાધિકારી સંજય કોલ્ટેએ જણાવ્યું કે વિસ્ફોટ સવારે લગભગ 10 વાગે ઓર્ડનન્સ ફેક્ટરી પરિસરમાં થયો. કેટલાક કર્મચારીઓ ઘાયલ પણ થયા છે. ફેક્ટરીમાં ધડાકો થતા જ અફરાતફરી મચી ગઈ અને કર્મચારીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ ફેક્ટરીની અંદર ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હાલ ધડાકાનું કારણ સામે આવ્યું નથી. 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી 8 લોકોના મોતની પુષ્ટિ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરી વિસ્ફોટ પર કહ્યું કે ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. પ્રાથમિક જાણકારી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં જીવ ગુમાવનારા માટે એક મિનિટ મોન રાખીને શ્રદ્ધાંજલિ આપી. 

केंद्रीय मंत्री नितिन गडकरी ने भंडारा में… pic.twitter.com/Mm0fP6DWYF

— ANI_HindiNews (@AHindinews) January 24, 2025

શું કહ્યું કલેક્ટરે
ભંડારાના કલેક્ટર સંજય કોલટેએ મીડિયાને જણાવ્યું કે ઓર્ડિનન્સની ફેક્ટરી જવાહર નગરમાં થયેલા અકસ્માત બાદ તરત ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ધડાકાના કારણે એક છત ધસી પડી. જેને હટાવવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ રહી છે. ઘટના સમયે ત્યાં 12 લોકો હાજર હોવાની માહિતી મળી છે. જેમાંથી બેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે. 

— ANI (@ANI) January 24, 2025

ઓર્ડિનન્સ ફેક્ટરીમાં ધડાકો થવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. અકસ્માત સમયે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હતા. વિસ્ફોટ એટલો તેજ હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ ઘણી ભીડ ભેગી થઈ ગઈ. હાલ પોલીસ અને ફેક્ટરી મેનેજમેન્ટ આ મામલે તપાસમાં લાગ્યા છે. ફેક્ટરીથી આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ભારે હથિયારોના ટુકડા ચારેબાજુ વિખરાયેલા છે. એમ્બ્યુલન્સથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. પોલીસ ફેક્ટરી મેનેજમેન્ટ અને સુરક્ષા વિભાગના અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. 

— IANS (@ians_india) January 24, 2025

શું કહ્યું પોલીસે
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ફાયર, પોલીસ અને સ્થાનિક આફત નિવારણની ટીમ ઘટનાસ્થળે હાજર છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટ જવાહર નગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના એલટીપી સેક્શનમાં થયો. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ સમયે એલટીપી સેક્શનમાં 14 કર્મચારીઓ કામ કરતા હતા. જેમાંથી ત્રણને જીવતા બચાવી લેવાયા જ્યારે એકનું મોત થયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news