આ ભાવમાં પણ ખોટો નથી બજાજનો શેર! આવી ગયો નવો ટાર્ગેટ, આટલા ટાઈમમાં ડબલ થશે પૈસા
Bajaj Housing Finance Share: બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરને બાયનું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે એવો અંદાજ છે કે આગામી 3 વર્ષમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સની બેલેન્સ શીટ રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની શક્યતા છે. જેથી આસમાને પહોંચી જશે આ શેરનો ભાવ...
Trending Photos
Bajaj Housing Finance Share : બજાજ હાઉસિંગ ફાઇનાન્સ શેરના બમ્પર લિસ્ટિંગ પછી તેના શેરનો ભાવ હજુ પણ વધી રહ્યો છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે સવારે શરૂઆતના વેપારમાં રૂ. 181ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. બ્રોકરેજ હાઉસ ફિલિપ કેપિટલે કંપનીના શેરને બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મ માને છે કે શેરનો ભાવ હજુ પણ ઉંચકાશે. આવી સ્થિતિમાં જેમને IPOમાં શેર મળ્યા છે અથવા તે રોકાણકારો કે જેઓ હવે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં નાણાંનું રોકાણ કરવા માંગે છે. તેમના માટે આ ટાર્ગેટ કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ફિલિપકેપિટલે જણાવ્યું હતું કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ દેશના ઘણા હોમ લોન અરજદારો માટે ખાસ કરીને રૂ. 50 લાખની લોન ટિકિટની સાઈઝ માટે પસંદગીની NBFC છે. આ NBFC ભારતમાં હોમ લોન સેક્ટરમાં એક મહત્વપૂર્ણ નાણાકીય ફર્મ છે. નિષ્ણાતોના મતે આગામી અઢીથી ત્રણ વર્ષમાં આ શેરનો ભાવ ડબલ અથવા ત્રણ ઘણો પણ થઈ શકે છે.
ટાર્ગેટ કિંમત વર્તમાન કિંમત કરતા વધારે-
ફિલિપકેપિટલે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર પર પ્રતિ શેર રૂ. 210નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આનો અર્થ એ થયો કે લિસ્ટિંગના દિવસે શેરમાં રૂ. 165ની ઊંચી સપાટીથી 27 ટકાનો વધુ ઉછાળો જોવા મળી શકે છે.
ફિલિપકેપિટલનો અંદાજ છે કે આગામી 3 વર્ષમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સની બેલેન્સ શીટ રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે. જેનાથી કંપનીને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો IPO આ વર્ષનો સર્વશ્રેષ્ઠ જાહેર ઈશ્યુ રહ્યો છે. આ IPOને 67 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો અને રૂ. 6560 કરોડના કદની સરખામણીમાં રૂ. 3 લાખ કરોડથી વધુની બિડ મળી હતી.
(DISCLAIMER : શેર અંગે અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના અભિપ્રાય પર આધારિત છે. તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોવાથી, રોકાણ કરતાં પહેલા કૃપા કરીને પ્રમાણિત સલાહકારની સલાહ લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે