Swiggy IPO: 6 નવેમ્બરે ઓપન થશે આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP
Swiggy IPO Price Band: સ્વિગી 390 રૂપિયાની પ્રાઇસ પર આઈપીઓ દ્વારા 11700 કરોડ રૂપિયા ભેગા કરવા જઈ રહી છે. ઈપીઓના એક લોટમાં 38 શેર છે.
Trending Photos
Swiggy IPO: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી (Swiggy)એ પોતાના આઈપીઓની પ્રાઇસ બેન્ડ નક્કી કરી દીધી છે. કંપનીએ 6 નવેમ્બર 2024ના ખુલી રહેલાં આઈપીઓ માટે 371-390 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. સ્વિગીનો આઈપીઓ 6 નવેમ્બરે ખુલશે અને રોકાણકારો 8 નવેમ્બર સુધી તેમાં દાવ લગાવી શકે છે. સ્વિગીનો જીએમપી 18 રૂપિયા ચાલી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો થયો છે.
371-390 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ!
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે સ્વિગી 390 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇસ પર આઈપીઓથી 11700 કરોડ રૂપિયા ભેગા કરશે. પ્રોસસ (Prosus)અને સોફ્ટ બેંક (Softbank)સમર્થિત સ્વિગીનો આઈપીઓ 6-8 નવેમ્બર સુધી ખુલો રહેશે. 5 નવેમ્બરે આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે ઓપન થશે. સ્વિગીના આઈપીઓની સાઇઝ 11700 કરોડ રૂપિયા છે, જેમાં 4500 રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે આ સિવાય 6800 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ (Offer For Sale)હેઠળ વેચવામાં આવશે.
11.3 બિલિયન ડોલરની વેલ્યુએશનનો છે ટાર્ગેટ
ઈશ્યુ પ્રાઇસ પ્રમાણે કંપની 11.3 બિલિયન ડોલરની વેલ્યુએશનનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. કંપની પહેલા 15 બિલિયન ડોલર વેલ્યુએશનનો ટાર્ગેટ લઈને ચાલી રહી હતી. પરંતુ હ્યુન્ડઈ મોટર ઈન્ડિયાના મેગા-આઈપીઓની નિરાશાજનક લિસ્ટિંગ અને શેર બજારમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે સ્વિગીએ પોતાના આઈપીઓની વેલ્યુએશન ઘટાડી દીધી છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના રૂ. 27856 કરોડના આઈપીઓ પછી વર્ષ 2024માં ભારતીય શેરબજારમાં હિટ થનારો આ બીજો સૌથી મોટો આઈપીઓ હશે. સ્વિગી 13 નવેમ્બર 2024 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થઈ શકે છે. સપ્ટેમ્બર 2024માં, સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્વિગીને IPO લોન્ચ કરવાની મંજૂરી આપી હતી.
ક્રિકેટરથી લઈને ફિલ્મી હસ્તિઓએ કર્યું છે રોકાણ
સ્વિગીના આઈપીઓ લોન્ચિંગ પહેલા ઘણા ક્રિકેટરથી લઈને ફિલ્મી હસ્તિઓએ સ્વિગીના શેર ખરીદ્યા છે, જેમાં અમિતાભ બચ્ચનથી લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ છે. આ સિવાય માધુરી દીક્ષિત, કરણ જોહરે પણ આઈપીઓ પહેલા સ્વિગીના શેર ખરીદ્યાં છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસના ચેરમેન રામદેવ અગ્રવાલ પણ સ્વિગીમાં ભાગીદારી ખરીદી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે