મેગા સિટી અમદાવાદની આ શાળાઓની સ્થિતિ સૌથી ખરાબ, વર્ગખંડો નથી, સુવિધાઓનો અભાવ
અમદાવાદ જેવા મહાનગરમાં જો આવી દશા હોય તો ગુજરાતના અંતરિયાળ ગામડાની શાળાઓમાં કેવી દશા હશે તે સમજી શકાય છે. આશા રાખીએ કે સરકાર નવા વર્ષે નવા સંકલ્પ કરી દરેક બાળકના શિક્ષણ પર ભાર આપે તે જ અભ્યર્થના.
Trending Photos
સપના શર્મા, અમદાવાદઃ દેશના દરેક બાળકને ભણવાનો મુળભૂત અધિકાર છે. અને આ અધિકારનું પાલન થાય તે માટે સરકારે વ્યવસ્થા કરવી પડે છે. પરંતુ ગુજરાતમાં એવી અનેક શાળાઓ છે જે સુવિધા વગર મરણ પથારીએ છે...સુવિધાના અભાવે ત્યાં બાળકો સારુ શિક્ષણ મેળવી શક્તા નથી...અમે વાત ગુજરાતના કોઈ ગામડાની નથી કરી રહ્યા આ વાત તો અમદાવાદ જેવા મહાનગરની છે...કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પોલંપોલ ચાલી રહી છે...જુઓ સુવિધા ઝંખી રહેલી અમદાવાદની શાળાઓનો આ અહેવાલ....
આ ગુજરાતના કોઈ અંતરિયાળ વિસ્તાર કે પછી ગામડાની શાળા નથી...નતો આ કોઈ બીમારુ રાજ્યની શાળા...આ તો આપણા જ ગુજરાતની અને આપણા જ મહાનગર અમદાવાદની શાળા છે...અમદાવાદની શાળા એવું નામ સાંભળી તમે ચોંકી ગયા હશો...પણ હા આ સત્ય છે...જે શહેર વર્લ્ડ હેરિટેજ સીટી હોય, જેને સ્માર્ટ સિટી બનાવવાના દાવા થતાં હોય તે મેગા સિટી અમદાવાદની શાળાઓની દશા આવી હોય તે આપણા સૌના માટે કેવી મજબૂરી કહેવાય....ઝી 24 કલાકની ટીમે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત વટવામાં આવેલી શાળામાં પહોંચી તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા....આ શાળામાં કુલ 28 વર્ગ છે...પરંતુ હાલ શાળા પાસે માત્ર 10 જ વર્ગ છે...વર્ગોની અછતને કારણે બેથી ત્રણ ક્લાસના વિદ્યાર્થીઓ સાથે બેસીને અભ્યાસ કરે છે.
ભારતીય બંધારણના આર્ટિક 21-Aમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ દરેક બાળકનો મુળભૂત અધિકાર છે. જો કે આ અધિકારનું પાલન કેટલું થાય છે તે કહેવાની જરૂર નથી. વટવાની આ શાળામાં એક જ બેન્ચ ઉપર ચાર વિદ્યાર્થીઓ બેસીને ભણી રહ્યા છે. જે બાળકો માટે બેન્ચ નથી તેઓ નીચે બેસી ભણી રહ્યા છે. કેટલાક બાળકો વર્ગખંડના ઉંબરા ઉપર બેસવા મજબુર છે. ક્લાસમાં શિક્ષક શું ભણાવી રહ્યા છે તે જોવું પણ તેમની માટે શક્ય નથી. આવી સ્થિતિમાં બાળકો કેવું શિક્ષણ પ્રાપ્ત કરશે તે સૌથી મોટો સવાલ છે....સ્થિતિ માત્ર અહીં જ આવીને રોકાતી નથી. આ શાળામાં પ્રિન્સિપલ કે સ્ટાફ રૂમ નથી. શાળામાં કોમ્પ્યુટર ક્લાસ કે વિજ્ઞાન પ્રયોગશાળા પણ નથી. એવામાં બાળકોને પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે મળતું હશે તે સૌથી મોટો પ્રશ્ન છે. એક તરફ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો હોય તે માટે ગુજરાત હાઇકોર્ટ વારંવાર ટકોર કરી રહી છે પણ બીજી તરફ શાળામાં લગાવેલા ફાયર એક્સટિન્ગ્યુશર પણ એક્સપાયર ડેટના જોવા મળ્યા.....
વટવાની આ શાળામાં વિદ્યાર્થીઓને ખીચમખીચ બેસાડવાની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. જો કે આ સામે નગરપ્રાથમિક શિક્ષણના શાસનાધિકારીનું કહેવું છે કે હયાત શાળાના વિસ્તારથી 1.5 km ના અંતરે નવી શાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું કામ બજેટ મંજુર થાયેથી કોન્ટ્રાકટ આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે