TATA નો આ સૂઈ ગયેલો સ્ટોક જાગ્યો, 5 દિવસમાં 50% વધ્યો ભાવ, કિંમત હજુ પણ 110થી ઓછી
ટાટા ટેલીસર્વિસિઝ લિમિટેડના શેરમાં છેલ્લા 5 કારોબારી દિવસ દરમિયાન તોફાની તેજી જોવા મળી છે. કંપનીના શેરનો ભાવ આ દરમિયાન 50 ટકા વધ્યો છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસમાં ટાટા ગ્રુપના આ સ્ટોકમાં 37 ટકાની તેજી આવી છે.
Trending Photos
TTML Share: શુક્રવારે ટાટા ગ્રુપની કંપની ટાટા ટેલીસર્વિસિઝ (મહારાષ્ટ્ર) ના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીનો શેર 14 ટકાની તેજીની સાથે 111.48 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો હતો. પરંતુ કંપનીનો શેર બીએસઈમાં બજાર બંધ થવા સમય પર 102.11 રૂપિયા પર બંધ થયો હતો.
20 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો ટાટાનો શેર
ટાટા ટેલીસર્વિસિઝ (મહારાષ્ટ્ર) લિમિટેડના શેર આજે 20 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. 2022 બાદ કંપનીના શેરની આ સર્વોચ્ચ સપાટી છે. છેલ્લા બે કારોબારી દિવસની વાત કરીએ તો કંપનીના શેરની કિંમતમાં 37 ટકાની તેજી જોવા મળી છે. 11 જુલાઈએ કંપનીનો શેર 74.97 રૂપિયા પર હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કંપનીના શેરમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. એટલે કે ટીટીએમએલના શેરમાં 5 કારોબારી દિવસમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે ટાટા ટેલીસર્વિસિઝની સર્વિસ દેશના 60 શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ટાટા ટેલીસર્વિસિઝ લિમિટેડનો 52 વીક હાઈ 111.48 રૂપિયા છે. જ્યારે કંપનીનું 52 વીકનું લો લેવલ 65.29 રૂપિયા પ્રતિ શેર છે. ટાટાનો આ શેર પોતાના 52 વીકના લો લેવલથી 57 ટકાની તેજી હાસિલ કરવામાં સફળ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 19961.77 કરોડ રૂપિયા છે.
ટાટા ગ્રુપની આ કંપનીમાં પ્રમોટર્સ પાસે કુલ ભાગીદારી 74.36 ટકા છે. પબ્લિકની કુલ હોલ્ડિંગ 23.19 ટકા છે. વિદેશી ઈન્વેસ્ટરોની ભાગીદારી 2.38 ટકા છે.
કંપનીની કમાણીમાં વધારો
માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું કુલ રેવેન્યૂ 324.90 કરોડ રૂપિયા હતું. જે ડિસેમ્બર 2023ની તુલનામાં વધુ છે. ત્યારે કંપનીની કુલ કમાણી 288.60 કરોડ રૂપિયા હતી. પરંતુ માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીને 309.30 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
(ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ જરૂર લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે