સાવ સસ્તામાં પ્લેનની મુસાફરી અને રજાઓમાં દેશની સૌથી ખૂબસૂરત જગ્યા પર ફરવાની તક

ઈન્ડિગો એરલાઈન્સે અનેક રૂટ પર નવી ડાયરેક્ટ ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. ઈન્ડિગોએ 2 નવેમ્બરથી જ શિલોંગ અને દિબ્રૂગઢની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત કરી છે. જેનું ભાડું 1400 રૂપિયા છે.

સાવ સસ્તામાં પ્લેનની મુસાફરી અને રજાઓમાં દેશની સૌથી ખૂબસૂરત જગ્યા પર ફરવાની તક

નવી દિલ્લી: ઠંડીની સિઝન શરૂ થઈ  ગઈ છે. અને દેશમાં અનેક એવી જગ્યા છે જ્યાં ઠંડીમાં ફરવાની અલગ જ મજા છે. અવારનવાર લોકો ઠંડીના સમયે જ ફરવાનું પ્લાનિંગ કરે છે. પરંતુ આ દરમિયાન એક જ મુશ્કેલી હોય છે ડાયરેક્ટ ફ્લાઈટની. પરંતુ હવે તમારી પાસે એક શાનદાર તક છે. એટલે જો તમે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ઈન્ડિગો એરલાઈન્સે અનક રૂટ્સ પર નવી ડાયરેક્ટ ફ્લાઈટ્સની જાહેરાત કરી દીધી છે. તેની સાથે જ ઈન્ડિગોના જણાવ્યા પ્રમાણે મુસાફરો માટે પોઈન્ટ ટૂ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ઉઠાવવામાં આવ્યું છે.

ટ્વિટર પર ઈન્ડિગો એરલાઈન્સે કરી જાહેરાત:
ઈન્ડિગો એરલાઈન્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. તેમાં લખવામાં આવ્યું છે કે અમારી નોન-સ્ટોપ ફ્લાઈટ્સમાં ભારતના છૂપાયેલા રત્નોને એક્સપ્લોર કરો. સાથે જ શરૂઆતના ભાડાની સાથે જે રૂટ્સ પર ડાયરેક્ટ ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. તેની જાણકારી પણ આપવામાં આવી છે. જો તમે ઈચ્છો તો ચેક પણ કરી શકો છો. તે સિવાય ટ્વીટમાં એક લિંક https://bit.ly/3CWaoAd આપવામાં આવી છે. જેનાથી તમે ડાયરેક્ટ ટિકિટ બુક કરાવી શકો છો.

 

— IndiGo (@IndiGo6E) November 8, 2021

 

માત્ર 1400 રૂપિયામાં હવાઈ યાત્રા:
ઈન્ડિગો એરલાઈન્સે 2 નવેમ્બરથી જ શિલોંગ અને દિબ્રૂગઢની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત કરી છે. જેનું ભાડું 1400 રૂપિયા છે. તમે ઈન્ડિગોની ઓફિશિયલ વેબસાઈટ https://www.goindigo.in/ પર જઈને ટિકિટનું બુકિંગ કરી શકો છો. તેના માટે આ ડાયરેક્ટ ફ્લાઈટ્સનો રૂટ સબમિટ કરીને કઈ તારીખે તમે જવા માગો છો તેની જાણકારી અપલોડ કરીને સર્ચ કરી શકો છો. તે સિવાય કેટલાંક રૂટ્સ પણ છે જેની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ પહેલાંથી શરૂ થઈ ચૂકી છે.

આ છે રૂટ્સ અને ભાડું:
1. જમ્મુથી લેહ - 1854 રૂપિયા
2. લેહથી જમ્મુ - 2946 રૂપિયા
3. ઈન્દોરથી જોધપુર - 2695 રૂપિયા
4. જોધપુરથી ઈન્દોર - 2735 રૂપિયા
5. પ્રયાગરાજથી ઈન્દોર - 3429 રૂપિયા
6. ઈન્દોરથી પ્રયાગરાજ - 3637 રૂપિયા
7. લખનઉથી નાગપુર - 3473 રૂપિયા
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news