હાઉસવાઇફ માટે બેસ્ટ છે ઈન્વેસ્ટમેન્ટના આ 3 ઓપ્શન, ઓછા સમયમાં બનાવી દેશે મોટુ ફંડ

આજકાલ દરેક લોકો  માટે બચતના ઘણા ઓપ્શન ઉપલબ્ધ છે. હાઉસ વાઇફ પણ દર મહિને થોડી બચત કરી રોકાણ કરી શકે છે. જેના દ્વારા હાઉસવાઇફ મોટું ફંડ બનાવી શકે છે. 
 

હાઉસવાઇફ માટે બેસ્ટ છે ઈન્વેસ્ટમેન્ટના આ 3 ઓપ્શન, ઓછા સમયમાં બનાવી દેશે મોટુ ફંડ

નવી દિલ્હીઃ હાઉસવાઇફ પોતાની થોડી રકમ યોગ્ય વિકલ્પમાં રોકાણ કરી લાભ ઉઠાવી શકે છે. તેનાથી ખોટા ખર્ચા અટકી જશે અને મોટું ફંડ બનાવવામાં મદદ મળશે. મહિલાઓ માટે પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, SIP અને રેકરિંગ ડિપોઝિટ એવી સ્કિમ છે જેમાં  તે ઓછા સમયમાં મોટું ફંડ બનાવી શકે છે. આરડી અને એસઆઈપીમાં તમે દર મહિને નાની રકમથી રોકાણ કરી શકો છો. 

પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પ્રમાણ પત્ર
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર પોસ્ટ ઓફિસની એક યોજના છે, જે રોકાણનો બેસ્ટ ઓફિસ આપે છે. આ યોજના પોસ્ટ ઓફિસ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ હેઠળ ખોલવામાં આવેલું એકાઉન્ટ 1000 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતામાં જમા પૈસા પર વર્તમાનમાં 7.5 ટકાનું વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. 

એસઆઈપીના માધ્યમથી મ્યૂચુઅલ ફંડમાં રોકાણ
એસઆઈપી દ્વારા મ્યૂચુઅલ ફંડમાં રોકાણનો વિકલ્પ ખુબ સારો છે. મહિલાઓ તેના દ્વારા માત્ર 500 રૂપિયામાં રોકાણ શરૂ કરી શકે છે. તેમાં તમને સારૂ રિટર્ન મળશે અને થોડા વર્ષોમાં સારૂ ફંડ બની જશે. તમે લાંબા સમય માટે પણ એસઆઈપીમાં રોકાણ કરી શકો છો. એસઆઈપીમાં એવરેજ 7થી 12 ટકાનું રિટર્ન મળી જાય છે.

રેકરિંગ ડિપોઝિટ
તમે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં રેકરિંગ ડિપોઝિટ એટલે કે આરડીમાં દર મહિને નાની રકમ જમા કરી શકો છે. તેમાં નાની રકમ ઈન્વેસ્ટ કરી લાંબા સમયે મોટું ફંડ બનાવવાનો વિકલ્પ મળે છે. તેમાં થોડા રૂપિયાનું રોકાણ દર મહિને હાઉસવાઇફ કરી શકે છે. તમે દર મહિને માત્ર 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં હાલ 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. એસબીઆઈ બેન્ક તેના પર 7 ટકાનું વ્યાજ આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news