Business Idea: માત્ર 4 કલાક કામ કરો અને કંપની ચૂકવશે 60 હજાર રૂપિયા, જાણો કેવી રીતે?
એમેઝોનમાં તમે માત્ર 4 કલાક કામ કરીને કમાઈ શકો છે એક મહિનામાં 60 હજાર. અમેઝોન આપશે તમને આ સુવર્ણ તક.
Trending Photos
જો તમે પણ તમારી કમાણીને વધારવાનું વિચારી રહ્યાં છો. તમે 4 કલાક કામ કરીને એક મહિનામાં 60,000 રૂપિયા કમાઈ શકો છો. અને આ તક તમને દેશની સૌથી મોટી ઈ-કોર્મસ કંપની બનવાની તક આપશે. તમે એમેઝોનમાં પાર્ટ પાઈમ કામ કરીને પૈસા કમાઈ શકશો.
1 દિવસમાં 100થી 50 પાર્સવ કરવાના હોય છે ડિલિવર
તમને જણાવી દઈએ કે તહેવારના દિવસોમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. તેથી કંપનીને દરેક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ડિલિવરી બોય અથવા ડિલિવરી ગર્લ્સની જરૂર છે. ડિલિવરી બોય એમેઝોનના વેરહાઉસમાંથી પાર્સલ જેની પાસે છે તેની પાસે લઈ જાય છે. એક ડિલિવરી બોયને એક દિવસમાં 100 થી 150 પેકેજ ડિલિવરી કરવાના હોય છે.
2. એમેઝોનના દરેક શહેરમાં કેન્દ્રો છે
એમેઝોનના દિલ્લીમાં આશરે 18 કેન્દ્રો છે. કંપનીએ આવા તમામ શહેરોમાં પોતાના સેન્ટર ખોલ્યા છે. એમેઝોનના પાર્સલને સાચા સરનામા પર પહોંચાડવાનું હોય છે કામ
3. દિવસમાં માત્ર 4 કલાક કરવાનું હોય છે કામ
તમને જણાવી દઈએ કે તમારે આખો દિવસ કામ કરવાની જરૂર નથી. એમેઝોન સવારે 7 થી 9 વાગ્યા સુધી ડિલિવરી કરે છે. દિલ્લીના ડિલિવરી બોય્સનું કહેવું છે કે તેઓ લગભગ 4 કલાકમાં એક દિવસમાં 100-150 પેકેજો ડિલિવરી કરે છે. આ માટે તમારે કોઈ ખાસ ડિગ્રીની પણ જરૂર નથી.
4. જાણો કઈ વસ્તુની હોય છે જરૂર
તમારી પાસે બાઇક અથવા સ્કૂટર હોવું આવશ્યક છે જેના દ્વારા તમે પેકેજ પહોંચાડો છો. આ સિવાય ડીએલ હોવું પણ જરૂરી છે. તમે એમેઝોનની સાઈટ https://logistics.amazon.in/applynow પર ડિલિવરી બોયની નોકરી માટે સીધી અરજી કરી શકો છો.
5. દર મહિને કમાઈ શકશો 60 હજાર રૂપિયા
જો પગારની વાત કરીએ તો તેમનો ફિક્સ પગાર લગભગ 15 હજાર રૂપિયા છે. આ સિવાય આ લોકોને એક પેકેટ પર 10 થી 15 રૂપિયા મળે છે. ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર મુજબ, જો કોઈ વ્યક્તિ એક મહિના માટે કામ કરે છે અને દરરોજ 100 પેકેજ ડિલિવરી કરે છે, તો વ્યક્તિ સરળતાથી 55000 થી 60000 રૂપિયા મહિને કમાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે