ZEEL-Invesco Case: મીડિયા ઈન્ડસ્ટ્રીના મોટા એક્સપર્ટે પુનીત ગોયંકા પર જતાવ્યો ભરોસો, કહ્યું- 'શેરધારકોના સંરક્ષક'

એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક, અભિનેત્રી અને લેખકો બાદ હવે મીડિયા ઈન્ડસ્ટ્રીના મોટા એક્સપર્ટે પણ ઝી એન્ટરટેઈન્મેન્ટના MD અને CEO પુનીત ગોયંકાને સમર્થન આપ્યું છે.

Trending Photos

ZEEL-Invesco Case: મીડિયા ઈન્ડસ્ટ્રીના મોટા એક્સપર્ટે પુનીત ગોયંકા પર જતાવ્યો ભરોસો, કહ્યું- 'શેરધારકોના સંરક્ષક'

ZEEL-Invesco Case: ઝી એન્ટરટેઈન્મેન્ટ અને ઈન્વેસ્કો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ગેરકાયદેસર રીતે ZEEL પર કબજો કરવાની ઈન્વેસ્કોની કોશિશનો પર્દાફાશ થઈ ગયો છે. ઈન્વેસ્કો હવે પોતાની જ જાળમાં ફસાતું જોવા મળી રહ્યું છે. ઈન્વેસ્કોની દાનત પર સતત સવાલ ઉઠી રહ્યા છે. એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક, અભિનેત્રી અને લેખકો બાદ હવે મીડિયા ઈન્ડસ્ટ્રીના મોટા એક્સપર્ટે પણ ઝી એન્ટરટેઈન્મેન્ટના MD અને CEO પુનીત ગોયંકાને સમર્થન આપ્યું છે. BW Businessworld Group ના એડિટર ઈન ચીફ exchange4media ગ્રુપના કો-ફાઉન્ડર અને પ્રધાન સંપાદક ડૉ. અનુરાગ બત્રાએ પુનીત ગોયંકાને આ કોર્પોરેટ પ્રોક્સી વોરમાં શેર હોલ્ડર્સના 'સંરક્ષક' ગણાવતા Zeel-Invesco મામલે મજબૂતાઈથી પોતાનો પક્ષ રજુ કર્યો છે. 

પુનીત ગોયંકા સંરક્ષક છે
ડૉ. બત્રાએ પોતાના એક લેખમાં લખ્યું છે કે,  'In This Proxy Corporate War, Punit Goenka Is The Preserver', 'ZEE- ઈન્વેસ્કો વિવાદ પાછળ શું છે? એક સારી પાર્ટનરશીપની સામે વિધ્નો કેમ આવી રહ્યા છે? વાસ્તવમાં વિચાર કરવા માટે શું પગલાં હોવા જોઈએ?'

બે દાયકાથી વધુ સમયથી એક મીડિયા પર્યવેક્ષક, ડૉ. અનુરાગ બત્રા લખે છે કે, 'હું આ લેખને લગભગ ત્રણ અઠવાડિયાથી લખવા માંગતો હતો, પરંતુ મે સંતુલિત દ્રષ્ટિકોણ જાળવી રાખવાના હિતમાં પોતાની ભાવનાઓ પર કાબૂ રાખ્યો અને એક વિસ્તૃત દ્રષ્ટિકોરણ આપતા પહેલા સ્થિતિ સામે આવવાની રાહ જોતો હતો. જો કે દરરોજ નવા અને અસંગત તથ્યો સામે આવવાની સાથે, હું આજે આ લેખને લખવા માટે પોતાની જાતને રોકી શક્યો નહીં. હું 21 વર્ષથી મીડિયાનો વિદ્યાર્થી રહ્યો છું. ગતિશીલ ભારતીય મીડિયા અંગે શીખવું, અવલોકન કરવું અને લખવું મારું જૂનૂન અને વ્યવસાય બંને રહ્યા છે.'

ડૉ. બત્રાના જણાવ્યાં મુજબ હું વર્ષ 2000થી exchange4media ગ્રુપનો કોફાઉન્ડર રહ્યો અને આઠ વર્ષ પહેલા BW બિઝનેસ વર્લ્ડનું અધિગ્રહણ કર્યું. મારા કરિયરનો મોટો હિસ્સો ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગનું ઝીણવટભરી રીતે અધ્યયન કરવા પર કેન્દ્રિત છે. મને પ્રકૃતિને જાણવા અને સમજવાનું સૌભાગ્ય મળ્યું છે. તમામ પ્રમુખ સ્ટેકહોલ્ડર્સની સાથે સીધી વાતચીત દ્વારા હું આ વ્યવસાયને સમજ્યો છું. મીડિયા માલિકો, CEO અને મોટા રોકાણકારો સાથે મારું નજીકથી જોડાણ, વ્યવસાયિક સંબંધ અને ગાઢ મિત્રતા છે. આથી મને વિશ્વાસ છે કે આ લેખમાં હું જે કઈ લખી રહ્યો છું, તે આ ઈન્ડસ્ટ્રી પર મારા ઊંડા જ્ઞાન અને સમજથી પેદા થયું છે. 

'Dr Subhash Chandra a maverick creator'- 'Punit Goenka a preserver of stupendous shareholder wealth'
ડૉ. બત્રાના જણાવ્યાં મુજબ નવરાત્રિ ચાલી રહી છે, અને અષ્ટમી (આઠમ) હિન્દુઓ માટે એક શુભ દિવસ છે. આસ્થાવાન વ્યક્તિ તરીકે, હું આપણા દેવતાઓની ત્રિમૂર્તિમાં વિશ્વાસ કરું છું- નિર્માતા ભગવાન બ્રહ્મા, સંરક્ષક ભગવાન વિષ્ણુ અને વિધ્વંસક ભગવાન શિવ. ઝી અને તેના રોકાણકારોના એક વર્ગ વચ્ચે ચાલી રહેલી અસહમતિને જોતા મારા મગજમાં આ ત્રિમૂર્તિની સાથે સંસારિક રીતે સરખામણી ચાલી રહી છે. આ લડાઈમાં ડૉ. સુભાષ ચંદ્રાને લીકથી હટાવીને નિર્માતા (of the brand behemoth Zee) તરીકે જોઉ છું, તેમના પુત્ર અને એક દાયકાથી વધુ સમયથી ઝી એન્ટરટેઈન્મેન્ટના MD અને CEO પુનીત ગોયંકાને મોટા સમૂહ અને શેરધારકોના હિતોના સંરક્ષક તરીકે જોઉ છું. જ્યારે ઈન્વેસ્કો શેરધારકોની સંપત્તિના વિધ્વંસક તરીકે જોવા મળી રહ્યું છે. 

'ઈન્વેસ્કો તાંડવ કરી રહ્યું છે'
ડૉ. બત્રા આગળ લખે છે કે, 'આ કોર્પોરેટ પ્રોક્સી વોર પાછળ સૌથી પ્રમુખ અને ચોંકાવનારું કારણ કાલે રાતે સામે આવ્યું છે. ઝી એન્ટરટેન્મેન્ટ (ZEEL) નું હાલના મીડિયા હોલ્ડિંગમાં વિલય કરવું અને એક મોટા સમૂહને આ ડીલ હેઠળ લાવવું ઈન્વેસ્કોની શોધ છે. ચોંકાવનારી વાત એ છે કે આ ડીલમાં ઝીનું મૂલ્યાંકન ખુબ ઓછું આંકવામાં આવ્યું. આ તથ્ય મીડિયા દિગ્ગજ સોની સાથે થયેલી ડીલમાં અપાયેલા મૂલ્યાંકનથી સાબિત થયું છે. ઈન્વેસ્કો (Invesco) કેમ તાંડવ કરી રહ્યું હતું? કોઈ એ તર્ક આપી શકે કે નવી રીતે બનાવવા માટે, તમારે એકરચનાત્મક વિનાશની જરૂરિયાત છે. પરંતુ વિનાશ પર સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે તેનાથી ફાયદો ફક્ત નવા શેરધારકોને જ થાત, જ્યારે હાલના શેરધારકોએ નુકસાન ઉઠાવવું પડત. આવામાં વધુ એક સવાલ જે જવાબ માંગે છે, તે એ છે કે Zee ના સ્ટોકની કિંમતોને કેમ નીચે રાખવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવમાં બજારમાં તેનું નાણાકીય પ્રદર્શન સતત સારું જળવાઈ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ZEE ના શેર બમણી (2X) ગતિથી વધ્યા છે, તેની પાછળ કોણ છે? સ્ટોકની કિંમતોને નીચે રાખવા પાછળનું કારણ શું છે? તે કોની મદદ કરે છે અને કોને નુકસાન પહોંચાડે છે?'

'Zeel-Invesco વિવાદના મહત્વપૂર્ણ તથ્ય'
ડૉ. બત્રાએ પોતાની કોલમમાં મુખ્ય તથ્યોને ધ્યાનમાં રાખતા લખ્યું છે કે, ડીલની શરૂઆત ઈન્વેસ્કોએ કરી હતી, ઝીએ નહીં.'

- 'પુનીત ગોયંકાને તે મામલે પણ મર્જર બાદ બનનારી કંપનીમાં MD અને CEO રાખવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. તો હવે તેના પર યુ-ટર્ન કેમ લેવામાં આવી રહ્યો છે. જ્યારે શેરધારકોની રીતે જોઈએ તો હવે થનારી ડીલમાં વધુમાં વધુ ફાયદો છે, શેરધારકોને વધુ વેલ્યુ આપનારો એક સારો સોદો પ્રસ્તાવિત છે?'

- 'તે ડીલમાં મર્જર બાદની નવી કંપનીમાં પ્રોમોટર્સને 7-8 ટકા ભાગીદારીની ગેરંટી અપાઈ. તો ઈન્વેસ્કો સોનીની ડીલમાં પ્રમોટર્સના નબળા પડનારા સંરક્ષણ પર સવાલ કેમ ઉઠાવી રહ્યું છે?'

- 'આ એક જાણીતુ તથ્ય છે કે ઝીની મોટી યોજનામાં ડૉ. સુભાષ ચંદ્રાનું પ્રતિનિધિત્વ પુનીત ગોયંકા કરે છે, અને કંપની અનેક વર્ષોથી સારું પ્રદર્શન કરી રહી છે., જો કે તેની પાછળનો ઈરાદો કઈક બીજો દેખાય છે. આ રોકાણકાર તરફથી લાવવામાં આવેલી ડીલ પર સહમતિ ન બનવાથી, હવે પુનીત ગોયંકાને હટાવીને અને બોર્ડમાં નવા ડાયરેક્ટર્સને સામેલ કરી ફરીથી ડીલ કરાવવાની નિયતને સ્પષ્ટ કરે છે.'

- 'મોટા સંદર્ભને જોઈએ તો એવો સવાલ ઉઠે છે કે ઈન્વેસ્કો આ વાહિયાત કોર્પોરેટ લડાઈમાં એક મોટા બિઝનેસ ગ્રુપની સાથે ડીલ કરાવવામાં નિષ્ફળ કેમ રહ્યું? સામાન્ય પર્યવેક્ષક તરીકે જોઈએ તો એવું જાણવા મળે છે કે પોતાના નિહિત નાના હિતો પર પડદો પાડવા માટે ઈન્વેસ્કો તરફથી ફક્ત કાગળ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.'

- 'બોર્ડ એક entity તરીકે કામ કરે છે- અને તેમા ઈન્વેસ્કોના નોમિનિઝ પણ સામેલ છે. આથી કોઈ પણ અવલોકનના અભાવમાં વર્ષોથી બોર્ડની બેઠકો દરમિયાન તેમના નામાંકિત વ્યક્તિઓ તરફથી સમાન પ્રભાવ રહ્યો, શું ઈન્વેસ્કોનું ફક્ત ભારતીય પ્રમોટરોના નામાંકિત વ્યક્તિઓને ટાર્ગેટ કરવું યોગ્યતાની કસૌટી પર ખરું ઉતરે છે?'

8 કારણસર પુનીત ગોયંકાએ મર્જર બાદ બનનારી કંપનીના MD અને CEO પદે યથાવત રહેવું જોઈએ'
ડૉ. બત્રાના જણાવ્યાં મુજબ, 'મેં જે તથ્યો રજુ કર્યા છે, મને આશા છે કે તે સ્થિતિને એક અલગ દ્રષ્ટિકોણ આપે છે, મારું એવું પણ માનવું છે કે મૂળ મામલે પોતાના વિચાર રજુ કરવા મહત્વપૂર્ણ છે. મારો દૃઢ વિચાર છે કે પુનીત ગોયંકાને મર્જર બાદ બનનારી કંપનીના MD અને CEO બની રહેવું જોઈએ અને તેની પાછળ મારા આઠ કારણ છે.'

1. પુનીત તેમના પિતા ડૉ. સુભાષ ચંદ્રા(Dr. Subhash Chandra) માટે એક આદર્શ છબી છે. પુનીત ગોયંકાની સાથે કામ કરનારી કોઈ પણ વ્યક્તિ તમને જણાવશે કે ડૉ. સુભાષ ચંદ્રા એક મનમૌજી રચનાકાર અને એક દયાળુ વ્યક્તિ છે, જે પોતાના દ્રષ્ટિકોણમાં માનવીય છે. પુનીત, તમના પિતાના મહાન ગુણોને અપનાવતા, એક ખુબ જ તાર્કિક, નિષ્પક્ષ અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમના પર શેરહોલ્ડર્સ, એમ્પ્લોઈઝ, એડવર્ટાઈઝર, કન્ટેન્ટ ક્રિએટર, અને આ દૂરંદર્શી, મજબૂત વ્યવસાયના સંસ્થાપક ડૉ. ચંદ્રાનો પણ વિશ્વાસ છે. મીડિયા બિઝનેસ ફક્ત લોકો માટે છે- અને ફક્ત પુનીત ગોયંકા જેવી લીડરશીપમાં જ બિઝનેસ આગળ વધી શકે છે.

2 'MD અને CEO તરીકે તેઓ કંપનીના પ્રદર્શનને વધારવામાં ખુબ જ સફળ રહ્યા છે અને સતત પરિણામ આપ્યા છે.'

3. 'જો કે, એક પોઈન્ટ, જે કદાચ ઉપર ઓછું જ કવર કરાયું છે, તેને વિશેષ રીતે ઉજાગર કરવું જરૂરી છે કે કર્મચારી-જૂનિયર, મિડ લેવલ અને સીનિયર- તેમને પ્રેમ કરે છે. આ એક સંગઠનની સફળતા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.'

4. 'તેઓ સતત ટોચના સ્તરની પ્રતિભાઓને આકર્ષિત કરે છે અને જો કે, આ એક એવો ગુણ ન કહી શકાય કે જે ફક્ત તેમની પાસે જ છે, પરંતુ Zee જેવી કંપની માટે, યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાની પસંદગી કરવામાં સક્ષમ હોવું એક મહત્વપૂર્ણ ફેક્ટર છે, જે સ્થિરતા અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે.'

5.  'exchange4media માં અને તેમની તાકાત જોઈ- જ્યારે જ્યૂરીએ તેમને 9 વર્ષ પહેલા ઈમ્પેક્ટ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા. એક વિજેતા તરીકે તેઓ ઉદય શંકર જેવા અન્ય સમકાલીન દિગ્ગજો વચ્ચે ઊભા છે. આ તેમના માટે એક વસીયતનામું છે.'

6. 'પુનીત ગોયંકાએ દેખાડ્યું છે કે તેમના દિમાગમાં ફક્ત શેરધારકોનું હિત હોય છે. આ વાહિયાત લડાઈમાં પણ, જે અનુગ્રહ અને લચીલાપણા સાથે તેઓ પોતાને સંચાલિત કરી રહ્યા છે, તે તેમની સચ્ચાઈનું પ્રમાણ છે.'

7. 'સમગ્ર મીડિયા અને મનોરંજન ઉદ્યોગ ખુલ્લી રીતે અને પૂરા હ્રદયથી તેમની પડખે છે કારણ કે લડાઈ છેડાઈ ગઈ છે, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે પોતાના સાથીઓ અને ઉદ્યોગ તરફથી તેમને કેટલું સન્માન અને સ્નેહ મળે છે.'

8. 'સૌથી મહત્વપૂર્ણ, જો કે પુનીત ટેક્નોલોજી અને કન્ટેન્ટ બંનેની ઊંડાણપૂર્વક સમજ ધરાવે છે. આ માત્ર એક શક્તિશાળી સંયોજન નહીં, પરંતુ તે આજના વિક્સિત મીડિયા અને મનોરંજન પરિદ્રશ્યમાં સૌથી સારી સ્કિલ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તે લીડરની અન્ય તમામ સ્કિલ્સ સાથે સંયુક્ત રીતે હોય.'

'ડૉ. ચંદ્રાએ masterpiece બનાવ્યો, પુનીતે ડિજિટલ યુગમાં તેને ફરી રચ્યો છે'
ડૉ. બત્રાએ છેલ્લે સ્પષ્ટ કર્યું કે- 'જો મારે રિટેલ ઈન્વેસ્ટર તરીકે મર્જર બાદ બનનારી કંપનીના શેર ખરીદવા હોય, તો એ પણ નક્કી હશે કે જ્યારે ડૉ. સુભાષ ચંદ્રાના નેતૃત્વવાળા પ્રમોટર સમૂહની પૂરતી ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરતા પુનીત ગોયંકા આ કંપનીના MD અને CEO પદે યથાવત રહે. આ 25 વર્ષમાં ડૉ. ચંદ્રાએ જે બનાવ્યું તે એક માસ્ટરપીસ છે, જેને ડિજિટલ યુગમાં ફરીથી ફક્ત પુનીત ગોયંકા જ બનાવી શકે છે. તેમણે તેમના પિતાને ઝીનું નિમાણ કરતા જોયા અને તેમની પાસેથી શીખ્યા છે. આ સાથે જ તેમણે પોતાની સ્ટાઈલ, વિઝન અને ટ્રાન્સફોર્મેશનલ યોગ્યતાને સામેલ કરી છે. આ સંયોજન બેજોડ છે, તેઓ વાસ્તવમાં સંરક્ષક છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news