Hum Dil De Chuke Sanam ના 22 વર્ષ: અજય દેવગણ પોસ્ટ કરી કહ્યું- વિચાર્યું ન હતું કે ઇતિહાસ રચી દેશે
આજના દિવસે જ 22 વર્ષ પહેલાં, અજય દેવગણ (Ajay Devgan) ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલ ભણસાણી (Sanjay Leela Bhansali) એ સાથે કામ કર્યું હતું.
Trending Photos
મુંબઇ: બોલીવુડ (Bollywood) ફિલ્મ ડાયરેક્ટૅર સંજય લીલા ભણસાણી (Sanjay Leela Bhansali) ની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ (Film Hum Dil De Chuke Sanam)' એ આજે 22 વર્ષ પુરા કર્યા છે. સલમાન ખાન (Salman Khan), ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને અજય દેવગણ (Ajay Devgan) સ્ટારર આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મના 22 વર્ષ પુરા થતાં અજય દેવગણના ફિલ્મ સાથે જોડાયેલા જૂના ફોટા સાથે એક પોસ્ટ શેર કરતાં તેમણે કહ્યું કે વિચાર્યું હતું કે ઇતિહાસ રચશે.
આજના દિવસે જ 22 વર્ષ પહેલાં, અજય દેવગણ (Ajay Devgan) ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલ ભણસાણી (Sanjay Leela Bhansali) એ સાથે કામ કર્યું હતું. ફિલ્મને અસાધારણ કહાનીએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ખાસ પળને યાદ કરતાં અજય દેવગણને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે.
પહેલા ફોટામાં તે સંજય લીલા ભણસાણીની સાથે જોવા મળી રહ્યા છે. બીજા ફોટો ફિલ્મના એક સીનનો છે, જેમાં તે સલમાન ખાનની સાથે જોવા મળી રહ્યા છે. તો બીજી તસવીરમાં તે ફિલ્મની લીડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની સાથે જોવા મળી રહ્યા છે.
22 years of Hum Dil De Chuke Sanam; Salman, Sanjay, Ash & I knew we were making a super-sensitive film. Didn’t think though that it would create history. Humbled🙏🙏#22YearsOfHumDilDeChukeSanam #AishwaryaRaiBachchan @BeingSalmanKhan #SanjayLeelaBhansali @bhansali_produc pic.twitter.com/nyT2duIONw
— Ajay Devgn (@ajaydevgn) June 18, 2021
ફોટાને શેર કરતાં તેમણે તેમણે કેપ્શન લખી- 'હમ દિલ દે ચૂકે સનમના 22 વર્ષ: સલમાન, સંજય, ઐશ અને મને ખબર ન હતી કે અમે એક અતિ સંવેદનશીલ ફિલ્મ બનાવી રહ્યા હતા. પરંતુ એ વિચાર્યું ન હતું કે ઇતિહાસ બનાવી દેશે. હમ્બલ. તેની સાથે તેમણે હાથ જોડતી ઇમોજી પણ શેર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે