દાદીની અંતિમ યાત્રામાં રણબીરની મોટી મદદ કરી ગર્લફ્રેન્ડ આલિયાએ! વાઇરલ વીડિયોથી ખુલ્યું રહસ્ય
1 ઓક્ટોબરના દિવસે કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે દેહાંત થઈ ગયું હતું
Trending Photos
મુંબઈ : રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે સોમવારે સવારે 4 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને છેલ્લા કેટલાક વર્ષોથી શ્વાસ લેવામાં સમસ્યા હતા. તેઓ કપૂરપરિવારના સૌથી સિનિયર હતા. કૃષ્ણા રાજ કપૂરના પાંચ બાળકો છે. તેમના રાજ કપૂર સાથે 1946માં લગ્ન થયા હતા. તેઓ રણધીર, રાજીવ, રિમા અને રિતુની માતા તેમજ કરીના, રણબીર, રિદ્ધિમા અને કરિશ્મા કપૂરના દાદી હતા. 87 વર્ષની વયે પણ તેઓ બહુ એક્ટિવ હતા. થોડા સમય પહેલાં જ તેમને દીકરા રિશી કપૂરના બર્થ-ડે સેલિબ્રેશન માટે પેરિસમાં જોવા મળ્યા હતા.
દુઃખદ વાત એ છે કે ઋષિ કપૂર પોતાની માતાના અંતિમ દર્શન કરી શક્યા નહતા. તેમની તબિયત લથડતા તે યુ.એસમાં સારવાર કરાવી રહ્યા છે. ઋષિની સાથે સાથે રણબીર અને નીતૂ કપૂર પણ અમેરિકા છે. રણબીર કપૂર પોતાની દાદી કૃષ્ણાથી ઘણો ક્લોઝ હતો. રણબીર તો નહિં પણ તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ કૃષ્ણા રાજ કપૂરના અંતિમ સંસ્કારમાં શામેલ થઈ હતી. તેણે રણવીરને વીડિયો કોલ કરાવી દાદીના અંતિમ દર્શન કરાવ્યા હતા. તે રણબીરની બહેન રિદ્ધિમાને પણ સહાનુભૂતિ આપતી જોવા મળી હતી. આલિયાનો આ વીડિયો વાઇરલ બન્યો છે.
બોલિવૂડના તમામ દિગ્ગજ સ્ટાર્સ ચેમ્બુર સ્થિત ઘરમાં તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. તેમાં અમિતાભ બચ્ચન, કાજોલ, અનિલ કપૂર, કરિશ્મા કપૂર, સંજય દત્ત, રાકેશ રોન, સૈફઅલી ખાન, વરૂણ ધવન, સોનમ કપૂર, આલિયા ભટ્ટ અને રાણી મુખરજીનો સમાવેશ થાય છે. સોમવારે સાંજે લગભગ 5.30 વાગ્યે કૃષ્ણા રાજ કપૂરના પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં લગભગ બધા જ મોટા સ્ટાર્સ શામેલ હતા. અમિતાભ બચ્ચને તેમના ચરણસ્પર્શ કરી તેમને વિદાઈ આપી હતી. કરીના કપૂરના આંસુ સૂકાતા નહોતા. કૃષ્ણાની પુત્રી રીમા જૈન પણ રડતી જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે