આ દિવસે રિલીઝ થશે Ajay Devgn ની ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા'

અજય દેવગનની ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે, જેની તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા. કોરોનાને કારણે અજયની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 
 

Trending Photos

આ દિવસે રિલીઝ થશે Ajay Devgn ની ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા'

નવી દિલ્હીઃ જો તમે અજય દેવગનના (Ajay Devgn) ફેન્સ છો તો તમારા માટે ખુશખબર છે. એક્ટરની એક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. જેના વિશે તમે જાણીને ખુશ થઈ જશો. 

અજયની ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે
'ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા' (Bhuj The Pride Of India) ફિલ્મની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભુજ 13 ઓગસ્ટે ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ખબર સામે આવ્યા બાદ ફેન્સ ખુશ થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે આ ફિલ્મ થિએટરમાં રિલીઝ કરવામાં આવી નથી. 

— Ajay Devgn (@ajaydevgn) July 6, 2021

13 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, નોરા ફતેહી, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને એમી વિર્ક વગેરે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝની જાહેરાત કરતા અજયે લખ્યુ છે કે 1971. અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ, ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિા 13 ઓગસ્ટે માત્ર @disneyplushotstarvip પર રિલીઝ થઈ રહી છે. એટલે કે ફિલ્મ 15 ઓગસ્ટના ખાસ તહેવાર પર ફેન્સને ભેટ આપવાની છે. 

દમદાર રોલમાં જોવા મળશે એક્ટર
ફિલ્મની રિલીઝની જાહેરાતની સાથે એક્ટરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તોપોના અવાજની સાથે કેટલાક યુદ્દના સીન દેખાડવામાં આવ્યા છે. આ સાથે ફિલ્મના બધા કલાકારોનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ વીડિયોને ફિલ્મનું ટીઝર કહી શકાય છે. વીડિયોના અંતમાં અજય દેવગન અને બધા સ્ટાર્સના લુકને પણ રિલીઝ કરવામાં આવ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news