TMKOC: "શો છોડવાનો નિર્ણય તેનો પોતાનો હતો અને હવે...." સોઢીની ખરાબ હાલતને લઈ અસિત મોદીએ તોડી ચુપ્પી
TMKOC: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સોઢી તરીકે જોવા મળતા ગુરુચરણ સિંહની હાલત ખરાબ છે. તેવો વીડિયો વાઈરલ થયા પછી અસિત મોદીએ આ અંગે પહેલીવાર ખુલાસો કર્યો છે. તેમણે સોઢીએ શા માટે શો છોડ્યો તેનું કારણ પણ જણાવ્યું છે.
Trending Photos
TMKOC: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ફરીથી ચર્ચામાં આવી ગયો છે. આ શોને અત્યાર સુધીમાં ઘણા કલાકારો છોડી ચૂક્યા છે અને શો છોડ્યા પછી મેકર્સ પર ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. અન્ય કલાકારોની જેમ ગુરુચરણ સિંહ એટલે કે સોઢીએ પણ અસિત મોદી પર પેમેન્ટ રોકવાનો આરોપ લગાવ્યો હતો. આ ખબરો સામે આવ્યા પછી આસિત મોદીએ ફરી એક વખત આ મુદ્દે ખુલીને વાત કરી છે અને સોઢીએ શો શા માટે છોડ્યો તે પણ જણાવ્યું છે.
ગુરુચરણ સિંહ આ સમયે ચર્ચામાં છે કારણ કે થોડા દિવસ પહેલાં તેનો એક વિડિયો સામે આવ્યો હતો જેને જોઈને તેના ચાહકોમાં ચિંતા વધી હતી. ગુરુચરણ સિંહ તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ હતો.. તેના એક મિત્રએ ઇન્ટરવ્યૂ દરમિયાન એવી વાત પણ કહી કે ગુરુચરણ સિંહે ખાવા પીવાનું છોડી દીધું છે અને એક્ટરે પોતાના મોતની તારીખ પણ જણાવી દીધી છે. આ સમગ્ર મામલે ફરી એક વખત અસિત મોદી પણ ચર્ચામાં આવી ગયા છે.
આ મામલે આસિત મોદીએ ખુલાસો કર્યો હતો કે, ગુરુચરણ સિંહ સાથે તેનો ખૂબ જ નજીકનો સંબંધ છે. તેના પરિવારજનો પણ ગુરુચરણને ખૂબ જ ચાહે છે. તે સારો માણસ છે અને તે ઈમોશનલી કનેક્ટેડ છે. અસિત મોદીએ એવું પણ કહ્યું કે ગુરુચરણ સિંહ જે પણ સમસ્યાનો સામનો કરતો હોય તે જલ્દી દૂર થઈ જાય તેવી તે પ્રાર્થના કરે છે. પરંતુ તારક મહેતા શો છોડવાનો નિર્ણય તેનો પોતાનો હતો. મેકર્સ તરફથી તેને શો છોડવાનું કહેવામાં આવ્યું ન હતું. હવે ગુરુચરણને લાગે છે કે તેણે આ શોમાં રહેવાની જરૂર હતી.
આસિત મોદીએ આગળ કહ્યું કે શોને હવે સોળ વર્ષ થઈ ગયા છે. લોકો પાસે પોતાના કારણો હોય છે શો છોડવા માટેના. તમે હંમેશા કોઈ પાસેથી આશા ન રાખી શકો કે તે શો છોડે નહીં. ઘણા કલાકારોએ શો છોડ્યો છે અને હજી ઘણા કલાકારો શો સાથે જોડાયેલા છે જે સૌથી મોટી ઉપલબ્ધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે