સુશાંત સિંહ રાજપૂતને જે પ્રોડ્યૂસરોએ કર્યો બેન, તેના પર નોંધાઇ FIR: ભાજપ સાંસદ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સત્ય સામે લાવવાની માગ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ((Sushant Singh Rajput) ના મોતની પાછળ શું કારણ હતુ? તેની માહિતી મેળવવા માટે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ન્યાયિક તપાસ કરવાની માગ ઉઠાવી છે. તેમણે પૂર્વાંચલના કલાકારોને સંઘર્ષનું બિગુલ ફૂંકવાની અપીલ કરતા કહ્યુ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રચલિત માફિયાગીરી તથા સિન્ડિકેટને ખતમ કરવી જોઈએ. મુંબઈ પોલીસ પ્રમાણે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી લગાવીને આપઘાત કરવાની માહિતી સામે આવી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પણ પોલીસને પ્રોફેશનલ રાયવલરીને કારણે ડિપ્રેશનના એન્ગલ પર પણ તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.
બોલીવુડમાં થાય છે અહીંના બાળકોનું શોષણ
દુબેએ એક વીડિયો જારી કરી તપાસની માગ કરી છે. તેઓ કહે છે કે, 'હું ખુબ અંદરથી હલી ગયો છું. મન ઉત્તેજિત થાય છે. વિચાર કરી રહ્યો છું કે, કઈ રીતે પૂર્વાંચલ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢના લોકો જેના કારણે આ ઈન્ડસ્ટ્રી ચાલે છે, તેના કોઈ બાળકો મુંબઈ જાય છે તો કઈ રીતે તેને હતોત્સાહિત કરવામાં આવે છે. ત્રાસ આપવામાં આવે છે. તે આત્મહત્યા કરવા કે ભીખ માગવા માટે મજબૂત થાય છે.'
सुशांत सिंह राजपूत की मौत की न्यायिक जॉंच होनी चाहिए,मुम्बई फ़िल्म इंडस्ट्री में व्याप्त माफियागिरी व सिंडिकेट को ख़त्म करने के लिए पूर्वांचल के कलाकारों को संघर्ष का बिगुल फूँकना चाहिए @MumbaiPolice @ManojTiwariMP @ravikishann pic.twitter.com/nJbSrL1VkZ
— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 15, 2020
'FIR દાખલ કરી પ્રોડ્યૂસર પર ચાલે કેસ
ભાજપના સાંસદે આરોપ લગાવ્યો કે, 'મુંબઈમાં એક મોટી સિન્ડિકેટ ચાલી રહી છે. ત્યાં ભાઈ-પરિવારવાદ હાવી છે. જો કોઈ કલાકાર જવા ઈચ્છે છે તો કોઈ માફિયાગીરીથી, કોઈ દલાલીથી આ રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તે આત્મહત્યા માટે મજબૂર થાય છે. મારી પૂર્વાંચલના કલાકારોને વિનંતી છે કે તમે સરકાર પર દબાવ ઉભો કરો. તેમણે મહારાષ્ટ્ર પોલીસને અપીલ કરી છે કે જે પ્રોડ્યૂસરોએ સુશાંત સિંહ રાજપૂતનો બાયકોટ કર્યો હતો, તેને ફિલ્મમાંથી કાઢ્યો હતો, તે બધા પર એફઆઈઆર કરીને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ કરવો જોઈએ.'
ડિપ્રેશનના દાવાની ચાલી રહી છે તપાસ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પ્રમાણે, સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીથી આત્મહત્યા કરવાની વાત છે. તેમણે મીડિયા રિપોર્ટ્સના હવાલાથી કહ્યુ કે, પ્રોફેશનલ રાયવલરીને કારણે સુશાંત ડિપ્રેશનમાં હોવાની વાત સામે આવી છે. દેશમુખ પ્રમાણે, મુંબઈ પોલીસ આ એન્ગલની તપાસ કરશે. સુશાંતે આ પગલુ ભર્યા બાદ સોશિયલ મીડિયા પર એક મોટી સંખ્યામાં એવા યૂઝર છે જે બોલીવુડમાં જૂથવાદને આ પાછળનું કારણ જણાવી રહ્યાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે