Bombay Begums Controversy : NCPCR એ લીધી એક્શન, પ્રસારણ પર લાગી શકે છે પ્રતિબંધ

આ સીરીઝ પર બાળકોનું અયોગ્ય રીતે ચિત્રણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેના લીધે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) એ આ વેબ સીરીઝ (Web Series) ની સ્ટ્રીમિંગને રોકવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.  

Bombay Begums Controversy : NCPCR એ લીધી એક્શન, પ્રસારણ પર લાગી શકે છે પ્રતિબંધ

નવી દિલ્હી: પૂજા ભટ્ટ સ્ટારર નેટફ્લિક્સ (Netflix) ની વેબ સીરીઝ બોમ્બે બેગમ્સ (Bombay Begums) વિવાદમાં સપડાઇ ગઇ છે. આ સીરીઝ પર બાળકોનું અયોગ્ય રીતે ચિત્રણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેના લીધે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) એ આ વેબ સીરીઝ (Web Series) ની સ્ટ્રીમિંગને રોકવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.  બોમ્બે બેગમ્સ (Bombay Begums) ના સીન્સને લઇને ટ્વીટ પર ખૂબ ઉહાપોહ થઇ રહ્યો છે. 

આ સીન્સને લઇને થયો વિવાદ
ટ્વિટર પર  બોમ્બે બેગમ્સ (Bombay Begums)ના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં સ્કૂલની છોકરીઓને બતાવવામાં આવી છે. આ તમામ સીન્સ એક્ટ્રેસ આધ્યા આનંદના છે. આધ્યાએ પૂજા ભટ્ટાના પાત્ર રાણીની સાવકી પુત્રી શાયનું પાત્ર ભજવી રહી છે. 

સીન્સની વાત કરીએ તો 13 વર્ષની શાય સ્કૂલ જાય છે, જ્યાં તે છોકરીઓને પોતાની બોડી વિશે વાત કરે છે અને ફોટા પાડે છે. ત્યારબાદ શાય રાણીઓના શરીર વિશે વાત કરતાં પેપર પર તસવીર બનાવે છે. આ સીન ખૂબ વાયરલ થઇ રહ્યો છે લોકો તેના પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પાસે તેના વિરૂદ્ધ એક્શનની પણ માંગ પણ કરી રહી હતી. 

વધુ એક સીન જે વાયરલ થઇ રહ્યો છે તેમાં શાય (આધ્યા આનંદ)ને પ્લાબિતા બોરઠાકુરના પાત્ર સાથે સિગરેટ લઇને સ્મોક કરતાં જોઇ શકાય છે.  વધુ એક અન્ય સીનમાં શાય એક પાર્ટીમાં દારૂ પીધા બાદ ડ્રગ્સ લેતી જોવા મળી રહી છે. આ સીનના સ્ક્રીનશોટ્સ વાયરલ થઇ રહ્યા છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ખોટું ગણાવે છે. 

NCPCR એ નેટફ્લિક્સને મોકલી નોટિસ
વાત કરીએ NCPCR ની તો આયોગે નેટફ્લિક્સને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે, ''નેટફ્લિક્સને બાળકોના સંબંધમાં અથવા બાળકો માટે કોઇપણ સામગ્રીને સ્ટ્રીમ કરતી વખતે સાવધાની વર્તવી જોઇએ. તમને આ કેસને જોવા માટે આદેશ આપવામાં આવે છે અને તાત્કાલિક આ સીરીઝની સ્ટ્રીમિંગ અટકાવી દેવામાં આવે અને 24 કલાકની અંદર એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવે. જો આમ ન થયું તો, આયોગને સીપીઆર અધિનિયમ 2005 ની કલમ 14 હેઠળ યોગ્ય કાર્યવાહી માટે બાધ્ય કરવામાં આવશે. 

વેબ સીરીઝ બોમ્બે બેગમ્સ (Bombay Begums) 8 માર્ચના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. આ વેબ સિરીઝ પાંચ મહિલાઓની કહાની છે. જે અલગ-અલગ આયુ અને વર્ગની છે. આ સીરીઝમાં 13 વર્ષની સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીથી માંડીને 49 વર્ષની બેંકની સીઇઓ સુધી બતાવવામાં આવી છે. સીરીઝમાં વર્કપ્લેસમાં થનાર યૌન ઉત્પીડનના સંવેદનશીલ મુદ્દા, સમલૈગિંક સંબંધ, બેવફાઇ, લિવ-ઇન રિલેશનશિપ, યૌન ઉત્પીડન, પ્રેગ્નેંસી, મેનોપોઝ સહિત ઘણા બીજા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news