Trigrahi Yog: સૂર્ય, બુધ અને શનિની યુતિથી બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓ માટે સમય કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું ધ્યાન

Trigrahi Yog: 2025 ની શરુઆતમાં સૂર્ય, શનિ અને બુધનો ત્રિગ્રહી યોગ બનવાનો છે. આ યોગ 3 રાશિના લોકો માટે મુશ્કેલ સમયનું નિર્માણ કરી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.

Trigrahi Yog: સૂર્ય, બુધ અને શનિની યુતિથી બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓ માટે સમય કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું ધ્યાન

Trigrahi Yog: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેમની અન્ય ગ્રહો સાથે સર્જાતિ યુતિનું વિશેષ મહત્વ હોય છે. કારણ કે ગ્રહોનું રાશિ પરિવર્તન 12 રાશિના લોકોના વ્યક્તિગત જીવન પર અસર કરે છે. વર્ષ 2025 માં અનેક ખગોળીય ઘટના બનવાની છે. જેમાં માર્ચ મહિનામાં મીન રાશિમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહ યોગ બનવા જઈ રહ્યો છે. 

સૂર્ય બુધ અને શનિ પાવરફુલ ગ્રહ છે જ્યારે આ ત્રણ ગ્રહ એક રાશિમાં હશે ત્યારે શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનશે. આમ તો આ યોગ રાશિઓ માટે અનુકૂળ હશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે. 29 માર્ચ 2025 ના રોજ મીન રાશિમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ બનશે. આ યોગમાં કઈ કઈ રાશિના લોકોને પડકારોનો સામનો કરવો પડશે ચાલો તમને જણાવીએ. 

ત્રિગ્રહી યોગથી આ રાશિઓની વધશે મુશ્કેલી 

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સમય પડકારજનક હોઈ શકે છે. રોકાણથી ઇચ્છિત ફળ નહીં મળે. માનસિક ચિંતા વધી શકે છે.. નોકરી, વેપારમાં વધારે મહેનત કરવી પડશે. આ સમય સફળતા મળવામાં સમય લાગશે. વેપારમાં નફો પણ ઓછો થશે. આ સમય દરમિયાન સમજી વિચારીને આગળ વધવું અને યાત્રામાં ખાસ સાવધાની રાખવી. 

કુંભ રાશિ 

કુંભ રાશિ માટે પણ ત્રિગ્રહી યોગ પડકારજનક હશે. નોકરી બાબતે અપ્રિય સમાચાર મળી શકે છે. જેના કારણે ચિંતામાં વધારો થશે. પરિવારમાં વાતાવરણ અનુકૂળ નહીં હોય. સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત વિવાદ થવાની સંભાવના. આસપાસ રહેતા વિરોધીઓથી સતર્ક રહેવું. વૈવાહિક જીવનમાં પણ સમસ્યા વધી શકે છે. સ્વભાવમાં અસંતોષના કારણે સંબંધો પર અસર પડે શકે છે. 

મીન રાશિ 

ત્રિગ્રહી યોગ મીન રાશિ માટે પણ મુશ્કેલીઓ લાવશે. નવી નોકરી શોધતા લોકોને વધારે મહેનત કરવી પડશે. આ સમયે સફળતા મળવી મુશ્કેલ લાગશે. આત્મવિશ્વાસ ઘટી શકે છે. માનસિક ચિંતા વધશે. કારકિર્દીમાં ફેરફાર કરતાં પહેલાં સારી રીતે વિચાર કરવો. પારિવારિક ચિંતા વધી શકે છે. મનોબળ નબળું પડી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news