ત્રીજા દિવસે BOX OFFICE કલેક્શનમાં 'ધડક'ના ધૂમ ધડાકા, અનેક સ્ટાર્સના વધી જશે ધબકારા

આ ફિલ્મે પહેલા દિવસે 8.71 કરોડ રૂ. તેમજ બીજા દિવસે11.04 કરોડ રૂ.ની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે

ત્રીજા દિવસે BOX OFFICE કલેક્શનમાં 'ધડક'ના ધૂમ ધડાકા, અનેક સ્ટાર્સના વધી જશે ધબકારા

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર તેમજ એક્ટર ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક' આ અઠવાડિયે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે 8.71 કરોડ રૂ. તેમજ બીજા દિવસે11.04 કરોડ રૂ.ની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે અને હવે પોતાના ત્રીજા દિવસની કમાણીથી 'ધડક' બોક્સઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે 13.92 કરોડ રૂ.ની કમાણી કરી છે. આમ, 'ધડક'એ ત્રણ દિવસમાં કુલ 33.67 કરોડ રૂ.ની કમાણી કરી છે. દર્શકોનો પ્રતિભાવ જોઈને લાગે છે કે તેમને જાન્હવી અને ઇશાનની જોડી પસંદ પડી છે. 

— taran adarsh (@taran_adarsh) July 22, 2018

આવતા મહિને બોલિવૂડમાં બીજી અનેક નવી ફિલ્મો રિલીઝ થવાની છે આવામાં 'ધડક'નું બોક્સઓફિસ કલેક્શન સ્ટાર્સના ધબકારા વધારી દેશે. 'ધડક' દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાન્હવીની પહેલી ફિલ્મ છે અને તે આ ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે. ઇશાનની પણ મેઇનસ્ટ્રીમ સિનેમામાં આ પહેલી ફિલ્મ છે. 

— taran adarsh (@taran_adarsh) July 23, 2018

ફિલ્મ 'ધડક' મધુ (ઇશાન ખટ્ટર) તેમજ પાર્થવી (જાન્હવી કપૂર)ની લવસ્ટોરી છે. ફિલ્મમાં મધુ સામાન્ય પરિવારનો દીકરો છે જ્યારે પાર્થવી વગદાર રાજકારણીની દીકરી. તેમની વચ્ચેની લવસ્ટોરી તેમના જીવનમાં બહુ ઉહાપોહ મચાવીને વળાંક લાવી દે છે. આ ફિલ્મનો અંત ભારે ચોંકાવનારો છે. અંતમાં શું થાય છે એ જાણવા માટે થિયેટર્સ સુધી લાંબું થવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news