માધુરીના રાજકારણ પ્રવેશ મામલે આવી ગયો છે મોટો વળાંક
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને લોકસભાની ચૂંટણી લડવાની છે એવા સમાચાર હતા
Trending Photos
મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને લોકસભાની ચૂંટણી લડવાની છે એવા સમાચાર હતા પણ આ મામલે માધુરીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી દીધી છે. માધુરીના પ્રતિનિધિએ કહ્યું છે કે આ અહેવાલ ખોટો અને કાલ્પનિક છે. હકીકતમાં રિપોર્ટમાં કહેવાયું છે કે માધુરી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર પુણેથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂનમાં માધુરીના મુંબઈ સ્થિત ઘરે મુલાકાત કરી હતી. શાહે એ સમયે પાર્ટીના ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન અંતર્ગત મુંબઈ પહોંચ્યા હતા. શાહે આ દરમિયાન અભિનેત્રીને નરેન્દ્ર મોદી સરાકારની ઉપલબ્ધિઓથી અવગત કરાવી હતી.
રાજ્યના એક વરિષ્ઠ ભાજપી નેતાએ ગુરૂવારે પીટીઆઇ ભાષાને જણાવ્યું કે, માધુરીનું નામ પૂણે બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અમારૂ માનવું છે કે પૂણે લોકસભા બેઠ એમના માટે યોગ્ય છે. ભાજપ નેતાએ કહ્યું કે, પાર્ટી લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે અને દીક્ષિતનું નામ પુણે બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. આ અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.
માધુરીએ વર્ષ 1984માં ફિલ્મ ‘અબોધ’ની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તે ‘તેજાબ’, ‘રામ લખન’, ‘દિલ’, ‘બેટા’, ‘હમ આપકે હૈ કૌન…!’, ‘અંજામ’, ‘મૃત્યુદંડ’, ‘પુકાર’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘દેવદાસ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરી ચૂકી છે. તે લગ્ન પછી ફિલ્મ જગતથી થોડા સમય માટે દૂર થઈ ગઈ હતી અને વર્ષ 2007માં ‘આજા નચલે’ સાથે તેણે પુનરાગમન કર્યું. હાલ તે ‘કલંક’ અને ‘ટોટલ ધમાલ’ જેવી ફિલ્મો સાથે વ્યસ્ત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે