Entertainment News: મુંબઈના સ્ટેશન પર મજૂરોની ભીડ જોઈને ભડકી Kangana Ranautની બહેન, કહી દીધી મોટી વાત

મુંબઈના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોઈને રંગોલી ચંદેલને ગુસ્સો આવી ગયો અને ટ્વીટ કરીને તેણે પોતાની નારાજગી જાહેર કરી છે.

Entertainment News: મુંબઈના સ્ટેશન પર મજૂરોની ભીડ જોઈને ભડકી Kangana Ranautની બહેન, કહી દીધી મોટી વાત

નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું ત્યારે મંગળવારે મુંબઈના બાંદરા સ્ટેશન પર ઉમટેલી મજૂરોની ભીડ વિવાદનો મુદ્દો બની છે. આ મજૂરોને હટાવવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. કોરોનાની આશંકા વચ્ચે આટલી વધારે ભીડ ચિંતાનો વિષય બની છે.  આ તસવીરો જોઈને કંગનાની બહેન રંગોલી ચંદેલે (Rangoli Chandel) વિવાદિત નિવેદન આપ્યું છે. 

બાંદરા રેલવે સ્ટેશન પર આટલા બધા લોકોને એકસાથે જોઈને રંગોલીને બહુ ગુસ્સો આવી ગયો હતો અને તેણે પીએમ મોદી (PM Modi)ને એક અપીલ કરી દીધી હતી. તેણે ટ્વીટ કરીને પીએમ મોદીને અપીલ કરી છે કે જે લોકો પોતે મરવા ઇચ્છે છે તેમને રોકવાની કોઈ જરૂર નથી પણ આ હાલતમાં તેમને બીજા રાજ્ય સુધી વાયરસ ન લઈ જવા દેવા જોઈએ. 

— Rangoli Chandel (@Rangoli_A) April 14, 2020

હાલમાં જ રંગોલીએ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ને પણ ટોણો માર્યો હતો. અનુરાગે 5 એપ્રિલે દીવો કરવાની પીએમની અપીલ પર ટોણો માર્યો હતો. આ મામલે પણ રંગોલીએ જાહેરમાં જ અનુરાગને બરાબર ઝાટકી નાખ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news