Watch Video: Deepika Padukone ના 'બેશર્મ રંગ' નું આ દેશી વર્ઝન જોયું? હસતાં હસતાં પેટ દુ:ખી જશે

Besharam Rang Desi version: દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનું નવું ગીત 'બેશર્મ રંગ' 12 ડિસેમ્બરે રિલીઝ થયું. ત્યારબાદ જે વિવાદ ઊભો થયો છે તે અટકવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે હવે એક એવો ફની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમે હસી હસીને લોથપોથ થઈ જશો.

Watch Video: Deepika Padukone ના 'બેશર્મ રંગ' નું આ દેશી વર્ઝન જોયું? હસતાં હસતાં પેટ દુ:ખી જશે

Besharam Rang Desi version: દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનું નવું ગીત 'બેશર્મ રંગ' 12 ડિસેમ્બરે રિલીઝ થયું. ત્યારબાદ જે વિવાદ ઊભો થયો છે તે અટકવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે હવે એક એવો ફની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમે હસી હસીને લોથપોથ થઈ જશો. કારણ કે આ વીડિયોમાં ન તો ભગવો રંગ છે કે ન તો શાનદાર ગ્રાફિક્સ. પણ એ વાત ચોક્કસ છે કે બેશર્મ રંગનું આ દેશી વર્ઝન જોઈને કોઈને આપત્તિ તો નહીં થાય. 

બેશર્મ રંગનું દેશી વર્ઝન
દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનું ગીત 'બેશર્મ રંગ' જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે ગીતમાં દીપિકાની બિકિનીના રંગે ભારે હંગામો મચાવ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના બાઈકોટ સુદ્ધાની માંગણી ઉઠી છે. બીજી બાજુ કરોડો લોકોને આ ગીત પસંદ પણ આવ્યું છે. પરંતુ આટલા વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર બેશર્મ રંગનું એક એવું દેશી વર્ઝન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે જેમાં દીપિકાની જગ્યાએ કેટલાક છોકરાઓ નદી કિનારે એકદમ બેબાક થઈને ડાન્સ કરતા નજરે ચડે છે. તમે પણ જુઓ આ શાનદાર ફની વીડિયો. 

— Narundar (@NarundarM) December 15, 2022

છોકરાઓએ દીપિકા-શાહરૂખની કરી નકલ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો બેશર્મ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે કરેલા સ્ટેપ્સની નકલ કરી રહ્યો છે. જ્યારે આજુબાજુના છોકરાઓ પણ ગીતની પૂરેપૂરી મજા લઈ રહ્યા છે. લોકો હવે આ વીડિયો પર ખુબ લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. આમ તો એ કહેવું ખોટું નહીં હોય કે આ છોકરાઓએ ગીતની ઝીણી ઝીણી વસ્તુઓ પણ પકડી છે. એટલું જ નહીં તેમણે દીપિકાના સિઝલિંગ લુકને પણ કોપી કરવાની કોશિશ કરી છે. અંડરગાર્મેન્ટ્સ અને લૂંગી પહેરીને આ છોકરા પઠાણના ગીત પર શાનદાર ડાન્સ મૂવ્સ દેખાડી રહ્યા છે. બીજી બાજુ આ ગીતને ટ્વિટર પર નરુંદર નામના એક યૂઝરે શેર કરતા કેપ્શન લખી કે રિલીઝ થયું બેશર્મ રંગનું નવું વર્ઝન. હવે કોઈની પણ ભાવનાઓને દુ:ખ નહીં પહોંચે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

અત્રે જણાવવાનું કે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન તથા જ્હોન અબ્રાહમની મુખ્ય ભૂમિકાવાળી પઠાણ ફિલ્મ આવતા વર્ષે 23 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news