આ એક્ટ્રેસએ ખોલી ભોજપુરી ફિલ્મ ઇંડસ્ટ્રીની પોલ, સંભળાવી પડદા પાછળનું સત્ય
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ ડોટ કોમના અનુસાર કનક પાંડે (Kanak Panday) એ પોતાના એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ભોજપુરી ઇંડસ્ટ્રીની હીરોઇનોને ખૂબ ઓછા પૈસા મળે છે.
Trending Photos
નવી દિલ્હી: ભોજપુરી ઇંડસ્ટ્રી (Bhojpuri Industry)ના સુપરહિટ ગીતો અને ધમાકેદાર ફિલ્મો દરરોજ ચર્ચામાં રહે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા પ્રદેશમાં આ લોકોના જીવનો ભાગ બની ગયો છે. એવું માનવામાં આવે છે કે આ ઇંડસ્ટ્રીએ પણ હવે સારા પૈસા કમાવાનું શરૂ કરી દીધું છે અને તેમાં કામ કરનાર આર્ટિસ્ટની સ્થિતિ પણ પહેલાંના મુકાબલે સુધારવા લાગી છે. જોકે આ કલાકાર કનક પાંડે (Kanak Pandey)એ ઘણા રહસ્યો ખોલી દીધા છે જેને સાંભળીને દંગ રહી જશે.
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ ડોટ કોમના અનુસાર કનક પાંડે (Kanak Panday) એ પોતાના એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ભોજપુરી ઇંડસ્ટ્રીની હીરોઇનોને ખૂબ ઓછા પૈસા મળે છે. ઘણીવાર તો પ્રોડક્શનવાળા હીરોઇનોના મેકઅપ બોયના પણ પૈસા આપતા નથી. જ્યારે કલાકારને પૂછવામાં આવ્યું કે એવું સાંભળવામાં આવ્યું છે કે તમામ હિરોઇને એક ફિલ્મ માટે 20 લાખ રૂપિયા લે છે. તો તેમણે જણાવ્યું કે મને ખબર નથી કે કઇ હીરોઇનને 20 લાખ રૂપિયા મળે છે? મને તો મળતા નથી. બોલીવુડના મેકઅપ બોયસ, લાઇટમેન, કેમેરામેનને જેટલા રૂપિયા મળે છે એટલા રૂપિયા અહીંની હીરોઇનોને મળે છે. તેમની સ્થિતિ સુધરવી જોઇએ અને તમામને બરાબર રૂપિયા મળવા જોઇએ. નિર્માતાઓને ફિલ્મોનું બજેટ યોગ્ય રીતે ડિવાઇડ કરવું જોઇએ જેથી તમામને ફાયદો થાય.
કનક પાંડેએ ઇંડસ્ટ્રીના લેખકોની ખરાબ હાલત પર પણ સવાલ ઉઠાવ્યા છે અને જણાવ્યું કે અહીં સારા લેખકોની કદર નથી. નિર્માતા સસ્તા લેખકોને શોધે છે. જો સારા લેખક એક ફિલ્મ માટે 2 લાખ રૂપિયા માંગે છે અને કોઇ નવો લેખક એમ કહી દે કે તે 50 હજારમાં કહાની લખી દેશે તો નિર્માતા 2 લાખ રૂપિયાવાળા લેખકને છોડી દેશે. હવે તમે જ વિચારો 50 હજાર રૂપિયામાં કઇ ફિલ્મ લખવામાં આવશે.?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે