નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન ભવનમાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા. રિષભ શેટ્ટીએ 'કંથારા' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે માનસી પારેખ અને નિત્યા મેનેનને 'કચ્છ એક્સપ્રેસ' અને 'થિરુચિત્રમ્બલમ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે 8 ઓક્ટોબરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી કલાકારોને સન્માનિત કર્યાં હતા. જ્યાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને તેમના દાયકાઓ લાંબા કરિયરનું સન્માન કરતા દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો ગુજરાતી અભિનેત્રી એવોર્ડ લેવા સમયે રડી પડ્યાં હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કાંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપ્યો હતો. તો માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ માટે અને નિત્યા મેનને થિરૂચિત્રામ્બલમ માટે બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) October 8, 2024

માનસી પારેખ નેશનલ એવોર્ડ લેવા સમયે રડી પડી
જ્યારે માનસી પારેખ પુરસ્કાર લેવા મંચ પર પહોંચ્યાં તો પોતાના આંસુ રોકી શક્યા નહીં. જ્યારે તે દર્શકો સામે ઉભા રહ્યાં તો ખચાખચભરેલા હોલમાં બધાની સામે રડી પડ્યાં હતા. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેના ખભે હાથ રાખી તેનો જુસ્સો વધાર્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

કચ્છ એક્સપ્રેસના અભિનેત્રી અને પ્રોડ્યુસર છે માનસી
6 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થયેલી માનસી પારેખની પ્રોડક્શન ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં રત્ના પાઠક શાહ અને દર્શિલ સફારી જેવા ઘણા મહાન કલાકારો છે. માનસી પારેખે માત્ર મુખ્ય ભૂમિકા જ ભજવી નથી. હકીકતમાં, તે ફિલ્મની નિર્માતા પણ હતી. વાર્તા તેના પતિની બેવફાઈની શોધ કર્યા પછી મહિલા સશક્તિકરણની સફરને અનુસરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news