નેશનલ અવોર્ડ જીતી લાવનાર બે ગુજરાતી ફિલ્મોની શું છે વાર્તા ? જાણવા કરો ક્લિક
શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી છે. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે.
Trending Photos
મુંબઈ : હાલમાં 66મા નેશનલ ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આયુષ્યમાન ખુરાનાની અંધાધુનને બેસ્ટ હિન્દી ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ ઉત્તરાખંડની ફિલ્મ ફ્રેન્ડલી રાજ્યને પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી છે. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે.
હેલ્લારો એટલે મોજું અને આ ફિલ્મ પોતાના વાર્તાના મોજામાં નેશનલ એવોર્ડ તાણીને લાવી છે. લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહ આ ફિલ્મથી ફુલ-ફ્લેજ્ડ ડિરેક્ટર તરીકે પોતાની કરિયરના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. તેમની આ ફિલ્મને ‘હેલ્લારો’ની કથા 1975ના સમયગાળાના કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે ‘હેલ્લારો’ સર્જાય છે ! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. આ ફિલ્મમાં જયેશ મોરેનો પણ ઢોલીનો મહત્વનો રોલ છે.
અન્ય નેશનલ અવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ રેવા ખ્યાતનામ લેખક ધ્રુવ ભટ્ટની ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડથી સમ્માનિત નવલકથા તત્વમસિ પરથી બનાવવામાં આવી છે. ધ્રુવ દાદાની નવલકથામાં નર્મદા તથા એની આસપાસનાં જંગલ, જંગલમાં વસતી ને નર્મદા પર આધારિત આદિવાસી પ્રજા, નદીકાંઠા પરના આશ્રમ તથા આશ્રમવાસીની વાત આલેખવામાં આવી છે. અલબત્ત, રેવાના સર્જકો (લેખક-દિગ્દર્શક-સંકલનકાર) રાહુલ ભોળે-વીનિત કનોજિયાએ સિનેમાના માધ્યમને ધ્યાનમાં રાખીને કથામાં ફેરફાર કરી એનું સત્વ જાળવીને મનોરંજક સ્વરૂપ આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે